કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને આંશિક રાહત આપતા અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો આ નિર્ણય લીધો છે જેમાં માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 9 થી ધોરણ 12ના અભ્યાસક્રમમાં 30%નો ઘટાડો કર્યો છે. કોરોનાની મહામારી વચ્ચે વિદ્યાર્થીઓ શાળાએ જઈ શકતા નથી ત્યારે અત્યાર સુધી તમામ અભ્યાસક્રમ ઓનલાઈન ભણાવવા માં આવી રહ્યો છે. ત્યારે હજુ આભ્યાસક્રમ વિદ્યાર્થીઓને સંપૂર્ણ ભણાવવા માં આવશે પરંતુ બોર્ડનું પેપર માત્ર 70% કોર્સમાંથી પૂછાશે,રદ્દ કરવામાં આવેલા મુદ્દાકે પ્રકરણ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ મારફતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી શાળાઓ ને મોકલી આપવામાં આવશે તથા વેબ સાઇટ પર પણ મૂકવામાં આવશે