કોરોના વૈશ્વિક મહામારીના કારણે ગુજરાત સરકારે વિદ્યાર્થીઓને આંશિક રાહત આપવા માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકના ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં 30 % નો  ઘટાડો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કારણે હાલ સ્કૂલ જઈ શકતા નથી ત્યારે અત્યાર સુધી અભ્યાસ ઓનલાઈન ચાલી રહ્યો છે.વર્તમાન  સ્થિતિને કારણે  એક વર્ષ સુધી જ અભ્યાસક્રમમાં ઘટડો કર્યો છે આ સાથે જ પરીક્ષાઓ ની તારીખો માં પણ ફેરફાર કરવામાં આવ્યો છે બોર્ડની પરીક્ષા માર્ચ ના બદલી 21 મે થી શરૂ થશે જ્યારે ધોરણ 9 અને 11 ની પરીક્ષા જૂન માસમાં લેવામાં આવશે.