ચૂંટણી હવે દરવાજા સુધી પોચી છે ત્યારે નારાજગીનો દોર શરૂ થયો છે. ઉત્તરાખંડ કોંગ્રેસમાં ટિકિટની વહેંચણી બાદ અનેક બેઠકો પર સતત બળવાઓ થઈ રહ્યાં છે. અસંતોષના પરિણામ પણ સામે આવવા લાગ્યા છે. જેના પરિણામે ઉત્તરાખંડના પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ કિશોર ઉપાધ્યાયને પાર્ટી વિરોધી ગતિવિધિઓના કારણે 6 વર્ષ માટે પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જોકે તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે તેવી અટકળોએ પણ વેગ પકડ્યો છે .

કિશોર ઉપાધ્યાયનો ભાજપ સાથેનો ઘરોબો વધી રહ્યો હોવાના સમાચારો વચ્ચે પાર્ટીએ તેમના તમામ પદો પરથી દૂર કરી દીધા હતા. જોકે ઉપાધ્યાયે તેમના અંગેની ચર્ચાઓ અંગે સ્પષ્ટીકરણ મોકલ્યું હતું પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.