ગૃહમંત્રી અમિત શાહ તેમણે બંગાળમાં રેલીઓ યોજીને સીએમ મમતા બેનર્જી પર શાબ્દિક હુમલો કર્યો અને દેશની સુરક્ષાને લઈને કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો. અમિત શાહે સિલિગુડી રેલીમાં કહ્યું કે બંગાળની જનતાએ સીએમ મમતા બેનર્જીને ત્રીજી વખત જનાદેશ આપ્યો, અમને લાગ્યું કે દીદી સારી થઈ જશે. પરંતુ, દીદીના શાસનમાં ભ્રષ્ટાચાર, સિન્ડિકેટ અને ભાજપના કાર્યકરોની હત્યાઓ અટકી નથી. મમતા દીદીએ એવું ન વિચારવું જોઈએ કે ભાજપ બદલો નહીં લે.
શાહે કહ્યું કે, જ્યારે પણ દેશભરમાં કોઈ ઘટના બને છે ત્યારે તેઓ પ્રતિનિધિમંડળ મોકલે છે. પરંતુ તેમણે બીરભૂમમાં પ્રતિનિધિમંડળ કેમ ન મોકલ્યું જ્યાં 8 મહિલાઓ અને એક બાળકને જીવતા સળગાવી દેવામાં આવ્યા. શું તેઓ તેમના લોકો નથી?
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે TMC CAA વિશે અફવા ફેલાવી રહી છે કે તેનો અમલ નહીં થાય. પરંતુ હું કહેવા માંગુ છું કે કોવિડ 19ની લહેર પૂરી થતાં જ અમે જમીન પર CAA લાગુ કરીશું. મમતા દીદી ઘૂસણખોરી ઈચ્છે છે, પરંતુ CAA વાસ્તવિકતા હતી, છે અને રહેશે.
આ સાથે જ હરિદાસપુરમાં યોજાયેલી જનસભામાં અમિત શાહે દેશની સુરક્ષાને સરકારની પ્રાથમિકતા ગણાવી હતી. શાહે કહ્યું કે મોદી સરકારનું મૂળ લક્ષ્ય દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને અભેદ્ય બનાવવાનું છે. અમે અમારા સૈનિકોને સીમા સુરક્ષા માટે વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી પ્રદાન કરવા માટે કામ કરી રહ્યા છીએ. આજે સતલજ, કાવેરી અને નર્મદા ફ્લોટિંગ BOP રાષ્ટ્રને સમર્પિત છે.
શાહે કહ્યું કે, મોદી સરકારે નક્કી કર્યું છે કે સરહદી વિસ્તારમાં તૈનાત અમારા સૈનિકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો જોઈએ. અમે સૈનિકોના પરિવારના જીવનને સુધારવામાં કોઈ કસર છોડીશું નહીં.







