s

ગામના સ્થાનિક અગ્રણીઓ અને કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધારાસભ્ય તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા માર્ગ શુભારંભ કરી કામ શરૂ કરાવ્યું . ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે નોન પ્લાનમાંથી પ્લાનમાં રસ્તો કરાવી મંજુર કરાવતા ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.

બાબરા તાલુકાના લુણકી – વાંડળીયા ૩.૮ કિલોમીટરનો માર્ગ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાંથી રૂપિયા ૬૦ લાખના ખર્ચે મંજૂર કરાવી ખાત મુહૂર્ત કરતા ગામના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. વર્ષોબાદ નોન પ્લાનમાંથી પ્લાનમાં રસ્તો ફેરવી ધારાસભ્ય ઠુંમર દ્વારા ગામના સરપંચ અને સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતીમાં માર્ગનું શુભારંભ કરી કામગીરી શરૂ કરતાં લોકોમાં હરખની લાગણી પ્રસરી ગઈ હતી. બાબરા તાલુકાના લુણકી વાંડળીયા માર્ગ હવે પેવર માર્ગ બની આગળ લુણકી બસ્ટેન્ડ પાસે બાબરા અમરેલી સ્ટેટ હાઇવે સાથે જોડાઈ જશે જેથી ગામના લોકોને બિસમાર માર્ગના કારણે પડતી મુશ્કેલીઓનો અંત આવશે.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે, અહીં લુણકી વાંડળીયા નો માર્ગ વર્ષોથી બિસમાર હતો પ્રથમ વખત ધારાસભ્ય તરીકે આ વિસ્તારમાં ચૂંટાઈ ને આવ્યો હતો ત્યારે આ રસ્તો નોનપ્લાનમાં બનાવેલ હતો અને ત્યારબાદસાંસદના કાર્યકાળ દરમિયાન ૨૦૦૮માં ફરીવાર બનાવેલ હતો પણ હવે નોન પ્લાન માર્ગમાંથી આ રસ્તાને કાઢી રાજ્ય સરકારમાં પ્લાન માર્ગ માં મંજૂર કરાવી રૂ ૬૦ લાખના ખર્ચે મંજુર કરાવી તેનું ખાત મુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવેલ છે.


માર્ગ ખાત મુહૂર્તના પ્રસંગે વાંડળીયા ગામના સરપંચ લલિતભાઈ વેકરિયા,લુણકી ગામના સરપંચ પરેશભાઈ કથીરિયા,તાલુકા કોંગ્રેસના પ્રમુખ જસમતભાઈ ચોવટીયા તાલુકાપંચાયતના સભ્ય જતીનભાઈ ઠેસિયા,કુલદીપભાઈ બસિયા,તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કિશોરભાઈ દેથળીયા કોંગ્રેસના અગ્રણી છગનભાઇ કથીરિયા,પૂર્વ ઉપ સરપંચ વિઠ્ઠલભાઈ કુંભાણી વિહાભાઈ ભરવાડ લલિત સોજીત્રા રમેશભાઈ સોજીત્રા દામજીભાઈ શિયાણી મહેશભાઈ મુંધવા સુરેશભાઈ સોજીત્ર અનીશ કોલડીયા જીતેન્દ્ર માંગરોળીયા અગ્રણીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો આ વિસ્તારમાં ખુશીની લહેર સાથે જ ધારાસભ્ય શ્રી ને અભિનંદન પાઠવ્યા હતા.