સોનાના ભાવમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે અને વાયદા બજારમાં તેનો ભાવ 50 હજાર પ્રતિ 10 ગ્રામને પાર કરી ગયો છે. આજે ચાંદીમાં પણ સારો ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સોના અને ચાંદી બંનેમાં આજે તેજી જોવા મળી રહી છે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાની કિંમત 0.3 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહી છે અને સોનું 147 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો દર્શાવે છે. આજે એMCX પર સોનું 50,395 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
ચાંદીમાં આજે વધારો થયો છે અને તેની કિંમત 200 રૂપિયા પ્રતિ કિલોથી વધુ વધી રહી છે. ચાંદી 0.33 ટકા વધીને રૂ. 201ના ઉછાળા સાથે રૂ. 61,127 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે.







