રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ અને પાક નુકસાની ના હિસાબે વર્ષ ૨૦૨૦-૨૧ માટે કૃષિ સહાય પેકેજ ખેડૂતો ને સહાય ના ફોર્મ હાલ તારીખ.- ૦૧/૧૦ થી ૩૧/૧૦ સુધી ઓનલાઈન ભરાઈ રહ્યા છે જેમાં અમરેલી જીલ્લામાં સાવરકુંડલા તાલુકો અગ્રેસર રહ્યો છે. સાવરકુંડલા ખેતી વિસ્તરણ અધિકારી પ્રતિકભાઈ રાણોલીયા તથા ગ્રામ સેવક નરેશભાઈ ડાભી અને રમેશભાઈ સોંદરવા દ્વારા ખેડૂતો અને કોમ્પ્યુટર ઓપરેટરોને વિસ્તૃત માહિતી આપી રહ્યા છે.
ખેડૂતો ને પડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો નું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવી રહ્યું છે ખેડૂતો વધુ માં વધુ કૃષિ સહાય પેકેજ નો લાભ મેળવે તે માટે નગરપાલિકા ના પૂર્વપ્રમુખ ડી.કે.પટેલ પાલિકા સદસ્ય જયસુખભાઈ નાકરાણી સેવા સહકારી મંડળીના મંત્રી ભીખાભાઈ કાબરીયા દ્વારા પ્રયત્નો કરીખેડૂતો ને મદદરૂપ થઈ રહ્યા છે.
રિપોર્ટ.- અમિત્તગિરી ગોસ્વામી સાવરકુંડલા(અમરેલી)