ગાંધીનગર: ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય રીતે કટ્ટર ગણાતા ભાજપ- કોંગ્રેસ જનતાણી સેવ માટે સાથે જોવા મળી શકે છે. ગુજરાત વિધાનસભામાં વિધાનસભા વિપક્ષી દળના નેતા અમિત ચાવડાએ વાવાઝોડાને લઈ ભાજપને સાથ આપવા માટે તૈયારી દર્શાવી છે. આ મામલે તેમણે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ગત વર્ષે આવેલ ભયાનક તૌકતે વાવાઝોડાના ઘાવ સૌરાષ્ટ્રવાસીઓને ઋઝાયા નથી તેવામાં આ વર્ષે બિપરજોય વાવાઝોડાની દહેશત ઉભી થઈ છે અને ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અમુક ભાગોમાં નુકશાની અને તારાજીના કારણે નાગરીકોમાં ભય છે. કુદરતી આફતના સમયે કોંગ્રેસ પક્ષે ભૂતકાળમાં પણ નાગરીકોને મદદરૂપ થઈને રાહતકાર્યો કર્યા છે અને આગામી સમયમાં બિપોરજોય વાવાઝોડામાં પણ તંત્ર અને નાગરીકોને મદદરૂપ થવા કાર્યકર્તાઓને અપીલ કરીને કોંગ્રેસ પક્ષ સહયોગ આપનાર છે.
જુઓ શું લખ્યું પત્રમાં










