રાજસ્થાન: સી-વોટરએ રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીને લઈને એક સર્વે હાથ ધર્યો છે. રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટો ઓપિનિયન પોલ કર્યો છે. રાજસ્થાન ચૂંટણીમાં કોણ મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે અને સત્તાની સીટ કોને મળશે તે અંગે કરવામાં આવેલા સર્વેના આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. સી-વોટરના સર્વે મુજબ આ ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવશે અને કોંગ્રેસને 78 થી 88 બેઠકો જ મળશે અને વિપક્ષમાં બેસવું પડી શકે છે.
ભાજપ સત્તામાં આવી શકે છે
રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 બેઠકો છે. સર્વે મુજબ વિપક્ષ ભાજપને સત્તાનો સ્વાદ ફરી ચાખવાનો મોકો મળી શકે છે. ભાજપને રાજસ્થાનમાં 109-119 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 78-88 બેઠકો મળી શકે છે. અન્ય પક્ષોને 1-5 બેઠકો મળી શકે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 200 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ તે બહુમતી મેળવી શકી ન હતી. જ્યારે કોંગ્રેસને 100થી વધુ બેઠકો મળી હતી.
સર્વે મુજબ ભાજપને મળી શકે છે 46 ટકા વોટ શેર
બીજી તરફ ચૂંટણીમાં વોટની ટકાવારીની વાત કરીએ તો સર્વે મુજબ રાજસ્થાનમાં હાલમાં વિપક્ષમાં રહેલી પાર્ટી ભાજપને સત્તા મળશે. ભાજપને 46 ટકા વોટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસનો વોટ શેર 41 ટકા રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત 13 ટકા વોટ અન્ય પાર્ટીઓના ખાતામાં જતા જોવા મળી રહ્યા છે.
14 હજાર કરતા વધુ લોકોનો જાણ્યો મત
સી વોટરે રાજસ્થાન ચૂંટણી માટે પ્રથમ સૌથી મોટો ઓપિનિયન પોલ કર્યો છે. આ સર્વેમાં 14 હજાર 85 લોકો સાથે વાત કરવામાં આવી છે. આ સાથે રાજસ્થાનના રાજકારણના વર્તમાન મુદ્દાઓ પર પણ ઝડપી સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 1 હજાર 885 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા છે. સર્વે 25 જુલાઈ સુધી કરવામાં આવ્યો છે. તેમાં ભૂલનું માર્જિન વત્તા માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે.







