રાજકોટઃ જીવનમાં ઘણીવાર એવો સમય આવે કે સામે પડેલી વસ્તુને તોડી નાંખુ, એટલો ગુસ્સો આવે કે ન પૂછો વાત પણ હંમેશા આપણી સમજદારી આપણને આ કામ કરવાથી રોકે છે. જ્યારે ગુસ્સો આવે ત્યારે કશું જ સુજતુ હોતુ નથી એવુ થાય કે મારા મનમાં અઢળક વસ્તુઓ એકસાથે ચાલે છે પણ કહેવુ કોને સવાલ એ ઉભો થતો હોય છે. ઘણીવાર જીવનમાં આવતા ઉતાર-ચઢાવ, હાર-જીત, ખુશી અને દુઃખના કારણે પણ અમુક પ્રકારના હાવભાવ આપણે વ્યક્ત કરી શકતા નથી. એવુ લાગે કે મારુ સાંભળવા વાળુ જ કોઈ નથી. ઘણીવાર ફ્રસ્ટ્રેશન, ગુસ્સો આપણે અંદર જ દબાવી રાખીએ છીએ. જો તમારી સાથે પણ આવુ થતુ હોય તો તમે પણ નોર્મલ માણસ જ છો ચિંતા ન કરો પરંતુ હવે તમારે તમારા ગુસ્સાને અંદર દબાવી રાખવાની જરુર નથી. રાજકોટમાં એક એવુ સેન્ટર છે જ્યાં તમે ચાહો એ તોડી ફોડી શકો છો. જી…હાં તમારો ગુસ્સો ઠાલવી શકો છો. અને એ પણ તમને મનફાવે તે રીતે તમે તમારો ગુસ્સો ઉતારી શકો છો.
ગુસ્સો ઉતારવા અહીં જ જજો
રાજકોટમાં ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.જ્યાં જઈને તમે પોતારો ગુસ્સો મનફાવે તે રીતે ઉતારી શકો છો. આ સાંભળીને કદાચ તમને આશ્ચર્યનજક લાગશે પણ આ હકિકત છે.રાજકોટના એક ગ્રુપ દ્વારા ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ ખોલવામાં આવ્યો છે.જ્યાં તમે તમારો ગુસ્સો મનફાવે તેમ અને તમને મજા આવે તે રીતે તમે ઉતારી શકો છો.પત્ની સાથે ઝઘડો થયો હોય કે ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું હોય. બોસની ખીજ હોય કે પાડોશી સાથેનો ઝઘડો તમામ પ્રકારનો ગુસ્સો અને તેની ખીજ તમે અહિંયા આવીને ઉતારી શકો છો.અહિંયા તમને જજ કરનાર પણ કોઈ નહીં હોય અને કોણ શું કહેશે તેની ચિંતા કરવાની પણ નહીં રહે.
ફ્રસ્ટ્રેશન રિમુવ રુમ આવી રીતે થયો શરુ
ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ શરૂ કરનાર ખુશી સોનીએ કહ્યું કે, અમારે કંઈક નવું કરવું હતું.જેથી અમે વિચારતા હતા કે શું કરવું.વિચારતા વિચારતા અમે પોતે ચિંતામાં આવી જતા.જેથી આ વાત પરથી અમને આઈડિયા આવ્યો કે કેમ આપણે ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ શરૂ ન કરીએ.આ વિચાર આવતા જ તેમને રાજકોટમાં ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ કર્યો જે લોકો પોતાનો ગુસ્સો આવીને ઠાલવી શકે છે.
અહીં તો આ ઉંમરના તમામ લોકો આવે છે
ખુશી સોની કહે છે કે, આ રૂમમાં 65 વર્ષના લોકો પણ આવે છે અને ટીનેજ પણ આવે છે.પત્ની સાથે ઝઘડો થયો હોય તેવા લોકો પણ આવે છે અને પ્રેમમાં દગો મળ્યો હોય તેવા લોકો પણ અહિંયા આવે છે. ખુશીએ અહિંયાના ચાર્જીસ વિશે વાત કરતા કહ્યુ કે, અમે નોર્મલ ચાર્જ રાખ્યો છે અહિંયા 199 રૂપિયા ચાર્જ રાખ્યો છે.જેમાં તે 3 મિનિટ સુધી પોતાનો ગુસ્સો આ રૂમમાં ઠાલવી શકે છે.
સેફ્ટીનું પણ રખાયું છે ધ્યાન
ખુશીનું કહેવુ છે કે, આપણે ઘરમાં તોડફોડ કરીને આપણો ગુસ્સો ઠાલવી શકતા નથી. સ્ચ્યુજેથી અમે અહિંયા એવી રીતે આખો રૂમ ડિઝાઈન કર્યો છે કે તે તેનો ગુસ્સો અહિંયા ઠાલવી શકે.લોકોની સેફ્ટી માટે કોમ અને હેલ્મેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી કોઈને ઈજા કે નુકસાન ન થાય.
મનથી એકદમ થઈ જાઓ નવરા
આ સાથે જ અહિંયા જે પણ લોકો આ ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમમાં આવે છે તેને પહેલા એગ્રીમેન્ટ સાઈન કરાવવામાં આવે છે.જેમાં કહેવામાં આવે છે કે ગુસ્સો ઠાલવતી વખતે જો કોઈ ઈજા થાય તો જવાબદારી પોતાની રહેશે.જેથી કરીને પાછળથી બીજા કોઈ ઈશ્યુ રહે નહીં.જીવનમાં ક્યારેક તો એવી પળ આવે કે બસ બહુ થયું હવે નથી સહન થતું. ક્યાંક તો આ ફ્રસ્ટ્રેશન કાઢવુ છે પણ કેમ કરવુ ત્યારે પહોંચી જજો આ ફ્રસ્ટ્રેશન રુમમાં અને તમારા જીવનની બધી દાઝ અહીં ઉતારીને મનથી એકદમ નવરા થઈ જજો.એકવાર મનની બધી ચિંતા, ભડાશ નીકળી જશે પછી જોજો જીવન જીવવાની પણ મજા આવશે.







