રાજકોટ: રાજ્યમાં બ્રિજની કાંગીરીનર લઈ અનેક સવાલો ઉઠયા છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલ નવા ડબલ લેયર બ્રીજના એકસપાન્સન જોઇન્ટસમાં તિરાડો જોવા મળી છે. શહેરના કેકેવી ચોક બ્રીજ ઉ૫ર નવા બ્રીજનું તાજેતરમાં વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રીજથી કાલાવડ રોડ પર સીધી અવરજવરની મોટી સમસ્યા તો હળવી થઇ ગઇ છે. પરંતુ આ ડબલ લેયર બ્રીજ હેઠળના જોઇન્ટસ અને પીયરના ખુણા ઉપર ઘણી જગ્યાએ ‘ગેપ’ પડેલા દેખાતા હોય, લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે.
ત્યારે આ બ્રીજ સંપૂર્ણપણે સલામત હોવાનું મનપા જાહેર કરી ચૂકી છે અને રાજય સરકારના માર્ગ-મકાન વિભાગે પણ કી જ ખામી નથી તેવું જણાવી દીધું છે. પરંતુ નવા બ્રીજનો ઉપયોગ વધતા એકસપાન્સન જોઇન્ટસમાં તિરાડો કયાંક કયાંક ખુલ્લી દેખાય છે. આ અંગે કેટલાક નાગરિકો અને વાહન ચાલકોએ સવાલો કરતા અને આ સવાલો મનપા સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે ઇજનેરોએ જણાવ્યું હતું કે આ જોઇન્ટસમાંથી માલ ખરી રહ્યાનું દેખાઇ રહ્યું છે. પરંતુ વાસ્તવમાં 40 એમએમના આ જોઇન્ટસ ખુલ્લા જ રાખવાના હોય છે.

તંત્રનો સબ સલામતનો દાવો
ડામર અને સ્ટીલ જોઇન્ટ થયા બાદ સેટ થવામાં થોડો સમય જાય છે. તેમાં પણ હાલ ભેજવાળુ વાતાવરણ હોય, લેવલીંગ ન થતા બ્રીજ પર ઘણી જગ્યાએ રસ્તા પર લેવલ અપડાઉન હોવાનો અનુભવ વાહન ચાલકો કરે છે. તડકો નીકળે અને થોડા દિવસો વાહન પસાર થાય તે બાદ આ લેવલીંગ પણ થઇ જશે અને વાહન ચાલકોએ ચિંતા કરવાની કોઇ જરૂર નથી તેવું અધિકારીઓએ કહ્યું હતું.








