FASTag આવતા ટોલ કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, જાણો કેટલું છે એક મહિનાનું કલેક્શન 
FASTag આવતા ટોલ કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું, જાણો કેટલું છે એક મહિનાનું કલેક્શન 

નવી દિલ્હી: નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ની ટોલ વસૂલાત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. તેનું માસિક કલેક્શન 4 હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. FASTag ના કારણે આ કલેક્શન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.  રાજ્યની માલિકીની હાઇવે ડેવલપર NHAI એ અત્યાર સુધીની સૌથી વધુ ટોલ વસૂલાત હાંસલ કર્યો છે.

2023 થી જૂન સુધી, માસિક આવક સતત દર મહિને આ સ્તરને વટાવી ગઈ છે. NHAI એ એપ્રિલ, મે અને જૂન, 2023ના મહિનામાં FASTagનો ઉપયોગ કરતા વાહનો પાસેથી ટોલ તરીકે રૂ. 4,314 કરોડ, રૂ. 4,554 કરોડ અને રૂ. 4,349 કરોડ એકત્ર કર્યા છે. આ 2022-23 માટે FASTags દ્વારા સરેરાશ માસિક ફી વસૂલાત કરતાં વધુ છે, જે રૂ. 3,841 કરોડ હતી.

આ પણ વાંચો: MPની ચૂંટણીમાં કોંગ્રેસનું હિન્દુત્વ કાર્ડ, કમલનાથ કરશે બાબા બાગેશ્વરની રામકથાનું આયોજન

માત્ર એક દિવસમાં 162.10 કરોડનું કલેક્શન

એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે FASTags દ્વારા સરેરાશ માસિક ભાવ કલેક્શન રૂ. 4,406 કરોડ હતું. જ્યારે 2023 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર માટે તે રૂ. 4,083 કરોડ હતું. દેશમાં ફાસ્ટેગની શરૂઆત સાથે ટોલ વસૂલાતમાં ઘણો સુધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ટ્રાફિક જામની સમસ્યામાં ઘટાડો થયો છે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માત્ર 29 એપ્રિલના રોજ FASTag કલેક્શન 162.10 કરોડ રૂપિયા હતું.