રાજમતા વિજયરાજે સિંધિયાની જન્મ શતાબ્દિ નિમિતે તેમની યાદગીરી સ્વરૂપે રૂપીયા 100 નો સીક્કો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સ સમારોહ યોજી બહાર પાડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રાજમતા વિજયારાજે સિંધિયા ભારતીય જાનતા પાર્ટીના સ્થાપક સદસ્ય છે ત્યારે તેમની જન્મ શતાબ્દિ નિમિતે વડાપ્રધાનએ વરચ્યુઅલ સમારંભ યોજી શ્રદ્ધાંજલી પાઠવી હતી.રાજમતાનો જન્મ 12-10-1919 ના રોજ થયો હતો જ્યારે અવસાન 25 -1-2001 ના રોજ થયું હતું.