મેદાને જંગ : આજે ભારત- પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ મેઘરાજા બગાડશે ???

આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડ કપનો હાઈ વોલ્ટેજ મેચ રમાવાની છે જેને લઈને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફક્ત ગુજરાતમાંથી જ નહીં પરંતુ સમગ્ર ભારતમાંથી તેમજ પાકિસ્તાનમાંથી પણ આ મેચ નિહાળવા લોકો આવવાના છે ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ ભારત પાકિસ્તાન મેચમાં વરસાદ અંગે જણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં આગામી પાંચ દિવસમાં હવામાન ડ્રાય રહેવાની શક્યતા

ભારત-પાકિસ્તાન મહા મુકાબલા માટે અમદાવાદમાં સ્ટાર સેલિબ્રિટીઓ જમાવડો જોવા મળશે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને સુપરસ્ટાર રજનીકાંત ઉપરાંત અનેક બોલીવુડ સ્ટાર્સ હાજર રહેશે અને ક્રિકેટ મેચ પહેલા એક સેલિબ્રેશન સેરેમની યોજાશે જેમાં બોલીવુડના દિગ્ગજ કલાકારો પર્ફોર્મન્સ કરશે.

આ મેચને લઈને હજારો ક્રિકેટ લાખો ક્રિકેટ રસિયાઓની નજર આ મેચ પર છે. ટીમ ઈન્ડિયા ODI વર્લ્ડ કપમાં અત્યાર સુધી પાકિસ્તાન સામે કોઈ મેચ હારી નથી જ્યારે તેણે પાડોશી દેશને સાત વખત હરાવ્યું છે. આ વખતે ભારતનો હેતુ આઠમી જીત હાંસલ કરવાનો રહેશે.

અમદાવાદ શહેરમાં મેચ જોવા માટે લાખોની સંખ્યામાં આવનારા દર્શકોની સુરક્ષા અને સુવિધાને લઈને પણ તંત્ર અને પોલીસ સતર્ક છે. દર્શકોને સવારે 10 વાગ્યાથી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવામાં આવશે. મેચ જોવા માટે ઘણા ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ અને VIP મહેમાનો પણ આવશે. જેથી સ્ટેડિયમ સહિત શહેરભરમાં જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

લોકોની સુરક્ષાને ધ્યાને લઈ શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ આજે શહેરના કેટલાક રસ્તાઓને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દર્શકો માટે પહેલા જ સ્ટેડિયમમાં કેટલીક વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેમાં પાણીની બોટલ, ઈલેક્ટ્રીક સિગારેટ, સોફ્ટ ડ્રિંક્સ, સેલ્ફી સ્ટીક, લેસર લાઈટ, છત્રી, પાવરબેન્ક વગેરે જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે.