માતાજીની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રી. આજથી નવલા નોરતાનો પ્રારંભ થયો છે. ગુજરાતીઓનો મનપસંદ તહેવાર એટલે નવરાત્રી. ગુજરાતમાં અનેક જગ્યાએ પ્રાચીન અને અર્વાચીન ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખેલૈયાઓ ગરબામાં તાલે ઝૂમી ઉઠે છે. ત્યારે આજે પણ મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં પ્રાચીન રાસનું અનેરું મહત્વ રહેલું છે.

મોરબીમાં એક અનોખો રાસ યોજવા છે. આ અનોખા રાસમાં નાની બાળાઓ હાથમાં મશાલ લઈને સળગતા અંગારા પર પ્રેક્ટિસ કરી રહી છે.આ સળગતા અંગારા પરના રાસમાં બાળાઓના બંને હાથમાં આગથી ભભૂક્તી મશાલ હોય છે છે. આ અનોખા રાસની પ્રેક્ટિસ મહિલાઓ દ્વારા નવરાત્રી અગાઉ જ કરવામાં આવતી હોય છે.

મોરબીની શકતી ગરબી ચોક ગરબી મંડળમાં આ સળગતી ઈંઢોણીના રાસમાં બાળાઓના બંને હાથમાં આગથી ભભૂક્તી મશાલ હોય છે . આ અનોખા રાસની પ્રેક્ટિસ બાળાઓ દ્વારા નવરાત્રી અગાઉ જ કરવામાં આવતી હોય છે.

શક્તિ ચોક ગરબી મંડળ છેલ્લા 40 વર્ષથી ગરબીનું આયોજન કરે છે અને દર વર્ષે બાળાઓ નવા ગરબા રાસની પ્રસ્તુતિ કરે છે. લોકો પણ બાળાઓના ગરબા જોઈ મંત્રમુગ્ધ બને છે. જેમાં બાળાઓ સળગતી મશાલ લઈને ગરબા રમશે. ત્યારબાદ સળગતી મશાલ નીચે ઠાલવી દઈને સળગતા અંગારા પર બાળાઓ રમશે. અવનવા રાસને લઈ બાળાઓ દરવર્ષે નવરાત્રિના 45 દિવસ પહેલા તૈયારીઓ શરૂ કરી દેતી હોય છે. અંગારા રાસને લઈ બાળાઓને માતાજીના આશીર્વાદથી અલગ પ્રકારની શક્તિ મળે છે.