આજે તમામ ગુજરાતીઓના ફોનની રિંગ એક સાથે વાગશે. હવે આ સાંભળીને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો કે બધાના ફોનની રિંગ એક સાથે વાગશે એ કેવી રીતે રીતે !! અમારા ફોન હેક તો નથી થઇ ગયા ને..પરંતુ તમારે ગભરાવવાની જરુર નથી. સમગ્ર ગુજરાતમાંઆજે રોજ સવારે 11.00 કલાકે ‘સેલ બ્રોડકાસ્ટનું મોટા પાયે પરીક્ષણ’ થશે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમ એ તમારા મોબાઈલ ઉપકરણો પર કુદરતી આપત્તિઓની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ હવે તમારા મોબાઈલ દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટિંગ મેસેજ પ્રસારિત થશે.

ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા સેલ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ દ્વારા મોકલવામાં આવે છે. આ મેસેજ- સંદેશને અવગણવો કારણ કે તમારા તરફથી કોઈ પગલાં કે ચિંતા કરવાની જરૂર નથી. આ સંદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા લાગુ કરવામાં આવી રહેલી સમગ્ર દેશની ઇમરજન્સી એલર્ટ સિસ્ટમના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી- NDMA દ્વારા SACHET પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ થકી જાહેર જનતાને ડિઝાસ્ટર સંબંધી મેસેજ અલગ અલગ માધ્યમથી મોકલી શકાય છે. ત્યારે આજે તમે તમારા મોબાઇલ પર ધ્વનિ/વાઇબ્રેશન સાથે પરીક્ષણ મેસેજ પ્રાપ્ત થઈ શકે છે. આ સંદેશાઓ પરીક્ષણ પ્રક્રિયાનો ભાગ છે, સાચી કટોકટીના સૂચક નથી. આને તમારી બાજુથી કોઈ પગલાંની જરૂર નથી.