રાજકોટ – હાલ નવરાત્રીનું પર્વ શરૂ છે. એવામાં આજે બીજું નોરતું છે. ત્યારે રાજકોટમાં નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં શેર વિથ સ્માઈલ સંસ્થા દ્વારા નવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં આ સંસ્થા દ્વારા શહેરની વિવિધ આંગળીઓમાં જઈને નાની બાળકીઓનું શાસ્ત્રોત વિધિ સાથે પૂજન કરવામાં આવી રહ્યું છે. જે નવે નવ દિવસ સુધી ચાલશે. જ્યારે નવ દિવસના અંતે લગભગ અંદાજિત 300 કરતાં વધુ નાની બાળાઓનું પૂજન થશે.
અર્વાચીન રીતે બાળકીઓનું કરાય છે પૂજન
આ અંગે શેર વિથ સ્માઈલ એનજીઓના ફાઉન્ડર કપિલ પંડ્યા જણાવ્યું હતું કે નવરાત્રીનું ખૂબ જ વિશેષ મહત્વ રહ્યુ છે. જ્યારે નવ દુર્ગાની પૂજા કરવામાં આવે છે એટલે કે ભક્તિ અને શક્તિનું સમન્વય આ નવરાત્રી દરમિયાન જોવા મળતું હોય છે. એવામાં શેર વિથ સ્માઈલ સંસ્થાને પણ વિચાર આવ્યો કે નવરાત્રી દરમિયાનમાં નવદુર્ગાની પૂજા અર્વાચીન રીતે થાય એવું આયોજન કરીએ. જેને ધ્યાનમાં રાખીને અમે રાજકોટ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આંગણવાડીઓમા અભ્યાસ કરવા આવતી 3થી 5 વર્ષ સુધીનો નાની નિસ્વાર્થ બાળકીઓનું પૂજન કરવાનું નક્કી કર્યું છે. ત્યારે નવરાત્રીના નવે નવ દિવસ અમે શાસ્ત્રોક્ત વિધિ સાથે નવ આંગણવાડીઓમા બાળકીનું પૂજન કરવાનું શરૂ કર્યું છે. ત્યારે પૂજનનો બીજો દિવસ છે.
નવ આંગણવાડીઓમા બાળકીનું કરાશે પૂજન
શેર વિથ સ્માઈલ સંસ્થા દ્વારા આ વર્ષે નવરાત્રીની અનોખી નવ દિવસ સુધી આ બાળકીઓને અલગ અલગ લાણીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. નવરાત્રી દરમિયાન નાની બાળકીઓના શાસ્ત્રોક્ત રીતે પૂજન કરવાની વાત હાલ ચર્ચાનો વિષય બન્યું છે. જ્યારે નવરાત્રીના નવ દિવસમાં અંદાજિત 300 કરતા વધુ બાળકીઓનું પૂજન સાથે લાણી આપવામાં આવનાર છે.







