મોરબી જળ હોનારત બાદનો કાળો દિવસ એટલે મોરબી ઝૂલતો પૂલ દુર્ઘટના જેના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા હતા. એ મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે જેમાં 135 લોકોના કરુણ મોત નિપજયા હતા. હજુ પણ મૃતકોની ચિચિયારીઓ આવાજ પરિજનોને ભૂલતા નથી તો ચાલો નજર કરીએ એક વર્ષ પહેલાંની એ કાળમુખી સાંજ પર….
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની મોડી સાંજે સાત વાગ્યાની આસપાસ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટના સર્જાઈ ત્યારે 400થી વધુ લોકો ઝૂલતા પુલ પર હાજર હતા, તે સમયે જ અચાનક પુલ તૂટતા મુલાકાતીઓ પુલ સાથે નદીમાં પડ્યા હતા. પસાંજના 6.45ના સમયે મોટી સંખ્યામાં લોકો પુલ પર હતા, કેટલાક લોકો પુલ હલાવવાની મસ્તી પણ કરી રહ્યા હતા અને અચાનક ત્યારબાદ પુલ ધરાશાયી થયો અને લોકો પુલ સાથે નદીમાં પડ્યા હતા અને 135 લોકોના કરુણ મોત નિપજયા હતા.
જ્યારે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના બની તેના પાંચ દિસ પહેલા એટલે કે, બેસતા વર્ષના દિવસે જ મુલાકાતીઓ માટે ઝુલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બ્રિજ આમતો વર્ષો જુનો છે, પરંતુ ઘણા સમયથી તેના પર અવર-જવર બંધ હતી, પરંતુ તેનું રિનોવેશન કર્યા બાદ નવા વર્ષે જ ખુલ્લે મુકવામાં આવ્યો.
મોરબીમાં તારીખ 30/10/2022 ના રોજ સાંજના સમયે ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો અને ત્યાં હરવા ફરવા માટે આવેલા લોકોમાંથી બાળકો, મહિલા, વૃદ્ધો, સગર્ભા મહિલા સહિત કુલ મળીને 135 લોકોના મોત નિપજ્યાં હતા. આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટની અંદર મેટર ચાલી રહી છે અને તાજેતરમાં સીટનો રિપોર્ટ આવી ગયો છે જેમાં ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવેલ છે. જોકે હજુ સુધી આ ગોજારી ઘટનામાં સ્વજન ગુમાવનારા પરિવારોને ન્યાય મળ્યો નથી.