કેસરનું નામ પડે એટલે દેશમાં ઠંડા વિસ્તાર ગણાતા કાશ્મીર તરફ નજર દોડે છે. ઠંડા પ્રદેશોની આગવી ઓળખ ગણાતા કાશ્મીરી કેસરના હવે ગુજરાતમાં શ્રીગણેશ થઈ ગયા છે. ગુજરાતના સાહસિક ખેડૂતો કંઈક નવા પ્રયોગો સાથે ઈનોવેટિવ ફાર્મિંગ થકી કેસરનું ઉત્પાદન કરવામાં સફળ થયા છે. રાજકોટ જિલ્લાના ગોંડલના ખેડૂત બ્રિજેશભાઈ કાલેરિયાએ કાશ્મિરી કેસર ઉગાડીને ખેડૂતોને નવો રસ્તો બતાવ્યો છે.
ભારત ખેતી પ્રધાન દેશ છે. ત્યારે અહિનાં પ્રગતીશીલ ખેડુતો નવા-નવા પ્રયોગો દ્વારા ખેતી કરી ખેતી ક્ષેત્રે આગવી નામના મેળવી રહ્યા છે. સારી આવક પણ મેળવી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લાનાં નાના એવા ગોંડલ ગામનાં યુવા પ્રગતીશીલ ખેડુત બ્રિજેશભાઈ ભીખુભાઈ કાલરીયાએ ગુજરાતમાં સૌ પ્રથમ વખત કેસરની ખેતી કરી સફળતા મેળવી છે. બ્રિજેશભાઈએ 15 બાય 15 ફૂટના બંધ કોલ્ડ રૂમમાં સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેસર ઉગાડ્યું છે.
કોલ્ડરૂમમાં પ્લાસ્ટિક અથવા લાકડાની ટ્રેમાં કેસરનું બિયારણ મુકવામાં આવે છે. કોલ્ડ રૂમમાં તાપમાન, ભેજ ઉપરાંત કાર્બનડાયોક્સાઈડ અને ઓક્સિજન મેનેજ કરવામાં આવે છે. સનલાઈટ માટે કોલ્ડરૂમમાં એલઈડી લાઈટ ગોઠવવામાં આવે છે. કાશ્મિરી કેસરના પ્રયોગ પાછળ અંદાજિત 10 લાખ રૂપિયા જેટલો ખર્ચ આવે છે. આ કોલ્ડરૂમમાંથી અંદાજિત 3થી 8 કિલો જેટલું કેસરનું ઉત્પાદન લઈ શકાય છે.
કોરોના કાળમાં બ્રિજેશભાઈએ શરૂ કરેલા નવા પ્રયાસમાં તેઓ સફળ રહ્યા છે. કેસરનું બિયારણ કાશ્મિર સિવાય બીજે ક્યાંય મળતું નથી. કેસરના બિયારણમાંથી સતત 15 વર્ષ સુધી ઉત્પાદન લઈ શકાય છે. કેસરનું બિયારણ તૈયાર થતાં દોઢ વર્ષે મલ્ટિપ્લાય કરીને ઉત્પાદન લે છે. ખેડૂતના માનવા મુજબ આ પ્રકારનો પ્રયોગ કરવામાં ગુજરાતમાં તેમને સૌથી પહેલી સફળતા મળી છે….







