રાજકોટ: આધારકાર્ડની કામગીરી માટે RMCએ જતા લોકોને ધરમના ધક્કા…
આધારકાર્ડ આજે જીવનનો આધાર બની ગયો છે કોઈપણ કાર્યમાં આજે આધાર કાર્ડ ની પહેલા જરૂર પડે છે. ત્યારે રાજકોટમાં હાલ આધાર કાર્ડમાં સુધારા કરાવવા માટે આધારકાર્ડ કેન્દ્ર પર લોકોની લાઈનો લાગે છે..
મળતી વિગતો અનુસાર રાજકોટમાં આધાર કાર્ડની કામગીરી માટે આરએમસી ખાતે લોકોની લાંબી લાઈનો લાગી હતી કચેરી ખાતે ધીમી કામગીરીથી લોકો પરેશાન થઈ રહ્યા હતા. આધાર કાર્ડની લિફ્ટ ના અભાવે લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
શહેરના સિવિક સેન્ટરો પર વહેલી સવારથી લોકો આવી રહ્યા છે ત્યારે કીટ બંધ હોવાના લોકો દ્વારા આક્ષેપ લગાડવામાં આવ્યા હતા. આધાર કાર્ડ કેન્દ્રના લોકોએ મીડિયા સમક્ષ પોતાની વેદના વર્ણવી હતી અને જણાવ્યું હતું કે ચાર ચાર દિવસથી લોકો આધારકાર્ડ કેન્દ્રના ધક્કા ખાઈ રહ્યા છે છતાં કામગીરીનું નિવારણ નીકળ્યું નથી.
આરએમસીના આધારકાર્ડ કેન્દ્રની 6 કીટ માંથી ચાર કીટ કાર્યરત છે. મીડિયા રિયાલિટી ચેક માં જાણવા મળ્યું હતું કે કેન્દ્ર પરની બે કીટ બંધ છે વહેલી સવારથી જ આધાર કાર્ડ કેન્દ્ર પર અપૂરતી સુવિધા ના લીધે લોકો હાલાકી ભોગવી રહ્યા છે
ઘટનાની જાણ થતાં મીડિયાકર્મીઓ આધારકાર્ડ કેન્દ્ર પર પહોંચતા આર એમ સી ના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આધાર કાર્ડ કેન્દ્ર પર લોકોને બેસવા માટેની સુવિધા ઉપલબ્ધ કરી હતી…