બળાત્કારની ઘટનાની સાથે સાથે સામૂહિક બળાત્કારની ઘટનાઓ પણ વધી છે: રેશ્મા પટેલ…

મહિલા સુરક્ષાની ખૂબ જ વાતો કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં દર મહિને સરેરાશ 45 મહિલાઓ પર બળાત્કાર થાય છે: રેશ્માબેન પટેલ

મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર મહિલાઓને દર મહિને 1000 રૂપિયા આપે છે, પરંતુ ગુજરાતની ભાજપ સરકારને આવો કોઈ વિચાર આવતો નથી: રેશ્મા પટેલ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલે એક અત્યંત ગંભીર મુદ્દા પર વીડિયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું કે ગુજરાતમાં દર મહિને સરેરાશ 45 મહિલાઓ પર બળાત્કાર થાય છે એટલે કે દર વર્ષે 540 જેટલી મહિલાઓ પર બળાત્કાર થાય છે અને તેમની જિંદગી બરબાદ થાય છે. મહિલા સુરક્ષાની ખૂબ જ વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ આજે આપણી સામે મોજુદ છે. બળાત્કારની ઘટનાની સાથે સાથે સામૂહિક બળાત્કારની ઘટનાઓ પણ વધી છે. મહિલાઓ આત્મહત્ય પણ કરી રહી છે અને મહિલાઓ સાથે ખૂન ખરાબાની ઘટનાઓ પણ વધી રહી છે.

આના પરથી આપણને લાગે છે કે સત્તા પર બેઠેલી ભાજપ ફક્ત વાતો કરી રહી છે. ભાજપ મહિલા સશક્તિકરણની અને આત્મનિર્ભર બનાવવાની વાતો કરે છે, પરંતુ વાસ્તવિકતા તેનાથી એકદમ અલગ છે. ભાજપની દોહરી નીતિઓ ધીરે ધીરે લોકો સમક્ષ આવી રહી છે. જેમકે મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર મહિલાઓને પ્રતિ મહિને ₹1,000ની સન્માન રાશિ આપી રહી છે, તો બીજી બાજુ ગુજરાતમાં 28 વર્ષથી ભાજપથી સરકાર છે, પરંતુ ગુજરાતની મહિલાઓને આત્મ નિર્ભર બનાવવા માટે પ્રતિ મહિને ₹1,000 આપવાનો વિચાર ભાજપને નથી આવતો.

હું ગુજરાતની જનતાને કહેવા માગું છું કે ભાજપની કથની અને કરની એકદમ અલગ છે. ગુજરાતની ભાજપ સરકારને મારી એટલી જ વિનંતી છે કે માર્કેટિંગ બંધ કરો અને ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારોને રોકો. મહિલાઓ પર જે બળાત્કાર થાય છે અને તેમની હત્યાઓ થાય છે તેને રોકો અને સાચા અર્થમાં મહિલાઓ સુરક્ષિત રહે આત્મનિર્ભર બને અને સ્વસ્થ રહે એવી કામગીરી કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીના મહિલા મોરચાની માંગ છે.