ગુજરાતનાં અમરેલીમાં બનાવ્યા સિંહણે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ : પોતાના સામ્રાજ્યમાં ફરી સ્થાયી થવા 300 કિમીનું અંતર કાપ્યું…
એશિયાટિક અને આફ્રિકન સિંહોના ઇતિહાસમાં પહેલી વખત 2 વર્લ્ડ રેકોર્ડ ગુજરાતનાં અમરેલીમાં બનાવ્યા સિંહણે, જેનું નામ છે કવિન…… જેણે આ રાજુલાની રાણી કહેવામાં આવે છે…..પોતાના સામ્રાજ્યમાં ફરી સ્થાયી થવા માટે 300 કિલોમીટરનું અંતર સિંહબાળ સાથે ચાલી-ચાલીને કાપી નાખ્યુ. વન્ય જીવોના ઈતિહાસમાં ભાગ્યે જ કોઈ સિંહ કે સિંહણ આટલુ ચાલે છે…….
એશિયાટિક સિંહએ માત્ર ગુજરાત જ નહી પરંતુ સમગ્ર દેશનુ ઘરેણુ છે. દેશીની શાન ગણાતા સાવજોમાં આજે એક વર્લ્ડ રેકોર્ડ રચાયો છે. આ વર્લ્ડ રેકોર્ડ ગુજરાતનાં અમરેલીમાં કવિન નામની સિંહણે રચ્યો છે. જિલ્લામાં આવેલ થોડા મહિના પહેલા રાજુલાના રેવન્યુ વિસ્તારમાં સિંહણ તેમના બચ્ચાં સાથે ફરતી હતી. રાજુલાની રાણી રેવન્યુ વિસ્તારમાં તેના 4 બચ્ચા સાથે ફરતી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક વ્યક્તિ પર સિંહણે તેના બચ્ચાને આ માણસ ઈજા પહોંચાડશે તેવી દહેશતને કારણે હુમલો કરી દીધો હતો. આ ઘટના બાદ વનવિભાગ દ્વારા આ સિંહણને ગીર અભયારણ્ય વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. જેથી તે વિસ્તારમાં ફરી કોઈ આ પ્રકારની ઘટના ન બને…… આ ગીર અભયારણ્ય જંગલમાં સિંહણને રાજુલાની રાણી માનવામાં આવતી હતી અને એ સમયે તેની સાથે 4 બચ્ચા સાથે હતા અને અન્ય સિંહોએ પોતાના વિસ્તારમાં વર્ચસ્વની લડાઈમાં 3 સિંહબાળના મોત થયા હતા. ત્યારબાદ એક સિંહબાળ સાથે સિંહણ તેમને બચાવવા ફરી પોતાના વિસ્તારમાં સ્થાયી થવા માટે ફરતી-ફરતી છેક પોરબંદર શહેર સુધી પહોંચી ગઈ હતી. અલગ-અલગ વિસ્તારમાંથી પસાર થઈ 300 કિલોમીટરનું અંતર કાપતા વનવિભાગ પણ ચોંકી ઉઠ્યું હતું. આ 300 કિલોમીટર સુધીનું સંઘર્ષ કરી આ સિંહણે વર્લ્ડ રેકોર બનાવી દીધો છે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. ઘટનાની ગંભીરતા સમજી સિંહબાળ સિંહણ ભટકતા-ભટકતા કોઈ અકસ્માતનો ભોગ ન બને તેથી તેમની સુરક્ષાને ધ્યાને લઈ તેને વણ વિભાગ દ્વારા રાજુલાનાં રેવન્યુ વિસ્તારમાં મુક્ત કરી દેવામાં આવી હતી………..
સિંહો ઉપર સંશોધન કરનારા સિંહ નિષ્ણાંતોનાં જણાવ્યા અનુસાર આ કવીન રાજુલાની રાણી છે અને પ્રભાવશાળી સિંહણ છે. તેમનો ભવ્ય દેખાવ શૂરવીરતા અન્ય મોટાભાગે નીલગાય જેવા જ મારણો કરે છે. સામાન્ય પશુનાં ખૂબ ઓછા મારણો કરે છે. આ ઉપરાંત અન્ય સિંહોને સાચવે સાથે રાખે છે. જેથી અન્ય સિંહો આ રાણીની રાહ જોઈ બેઠા હતા. જેના કારણે કવીન તરીકે પ્રસિદ્ધ થઈ છે. રાજુલામાં તેણે પોતાના બચ્ચા સિવાયના 7 સિંહબાળોને જતનથી ઉછેર્યા છે………
રાજુલા રેવન્યુ વિસ્તારમાં હાલમાં સિંહણની એક-એક હલચલ પર વનવિભાગ વિશેષ નજર રાખી રહ્યું છે. અને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. કેવી રીતે રહે છે. ક્યાં વસવાટ કરી રહી છે. આ બધી બાબતે કવીન સિંહણ ઉપર વિશેષ નજર છે….ઉપરાંત આ વિસ્તારમાં આ પહેલી કવીન નથી અહીં અગાવ લક્ષ્મી સિંહણ હતી, મેઘરાજ સાવજ પણ હતો. જો કે આ મેઘરાજ ખૂંખાર હતો અનેક સિંહો સાથે ઘર્ષણ કરતો હતો ત્યારબાદ તેમના અવસાન બાદ હવે આ કવીનએ રાજુલાની રાણી તરીકે અનોખી ઓળખ જોવા મળી રહી છે………