કેદીઓ બન્યા કારીગર…!!શિયાળામાં રાજકોટમાં જેલના કેદીઓએ બનાવેલા અનોખા અડદિયા, સ્વાદ એવો કે દાઢે વળગે..!!

હાલમાં શિયાળો ચાલી રહ્યો છે. એટલે કે,અડદિયાની સીઝન ચાલી રહી છે. અને આ સિઝનમાં પ્રખ્યાત જેલમાં શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટ્સથી બનતા અડદિયા મળી જાય તો..? મજા જ પડી જાય. ત્યારે આજે આપણે વાત કરશું જેલમાં બનતા અડદિયાની…

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની પ્રજાને ખાવા પીવાની શોખીન માનવમાં આવે છે. રાજકોટવાસીઓ દરેક તહેવાર સીઝનમાં રાજકોટમાં ખાવા પીવાની ખાસ વસ્તુઓનું વેચાણ કરે છે. આ જ રીતે શિયાળામાં અહીં અડદિયાનું પણ ખૂબ ખવાય છે. ત્યારે રાજકોટ જેલના કેદીઓ પણ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય વર્ધક અડદિયા બનાવવામાં આવી રહ્યા છે. રાજકોટ જેલમાં કેદીઓ સંચાલિત ગૌ શાળા છે અને તેના ચોખ્ખા ઘીનો ઉપયોગ કરીને જ વાનગીઓ બનાવવામાં આવે છે . આ સાથે જ કેદીઓ અહીંયા અન્ય ઘણી વસ્તુઓ પણ બનાવે છે.

હાલ શિયાળાની સીઝન ચાલુ હોવાથી જેલમાં કેદીઓ દ્વારા ચોખા ઘીના અડદિયા બનાવવામાં આવે છે. જેની કિંમત 300 રૂપિયા કિલોએ રાખવામાં આવી છે. જે કિમત હાલ ડેરીમાં મળતા અડદિયાથી સસ્તી છે . કેદીઓ ભાઈઓ દ્વારા દરરોજ 150 થી 200 કિલો અડદિયા બનાવવામાં આવે છે જેનું વહેંચાણ જેલની કેન્ટીનમાં કેદી ભાઈઓ માટે તેમજ જાહેર જનતા માટે જેલના બહાર ગેટ પાસે આવેલ સેલ રૂમમાં કરવામાં આવે છે.

 

કુલ 1752 કેદીઓ છે જેલમાં ભોગવી રહ્યા છે સજા
રાજકોટ મધ્યસ્થ જેલમાં કાચા અને પાકા કામના હાલ કુલ 1752 કેદીઓ ગુનાઓની સજા કાપી રહ્યા છે જેમાં 1671 પુરુષ કેદીઓ છે અને 81 મહિલા કેદીઓ અને તેની સાથે રહેલ 4 બાળકો છે. ત્યારે કહી શકાય કે રાજકોટની મધ્યસ્થ જેલના કેદીઓ પોતે કરેલા ગુનાની સજા ભોગવવાની સાથો સાથ જિંદગીના પાઠ પણ શીખી રહ્યા છે.