BJPની હેટ્રીક અટકાવવા કોંગ્રેસે આ ઉમેદવારોને ઉતાર્યા મેદાને, જુઓ લિસ્ટ…
લોકસભા ચૂંટણીની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. ત્યારે કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ હવે બીજી યાદી પણ જાહેર કરી છે. જેમાં ગુજરાતની 7 બેઠકો પરના ઉમેદવારોના નામો જાહેર કર્યા છે. જેમાં બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે. જ્યારે લલીત વસોયા પોરબંદરથી ચૂંટણી લડશે.
લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે 43 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં બે વર્તમાન ધારાસભ્યોને પણ મેદાને ઉતાર્યા છે. વર્તમાન ધારાસભ્યમાં અનંત પટેલ અને ગેનીબેન ઠાકોરને મેંદાને ઉતાર્યા છે.
કોંગ્રેસની બીજી યાદીમાં ગુજરાતની 7 બેઠક પર નામ જાહેર
બનાસકાંઠા બેઠક – ગેનીબેન ઠાકોર
વલસાડ બેઠક – અનંત પટેલ
બારડોલી બેઠક – સિદ્ધાર્થ ચૌધરી
અમદાવાદ પૂર્વ બેઠક -રોહન ગુપ્તા
અમદાવાદ પશ્ચિમ- ભરત મકવાણા
પોરબંદર – લલીત વસોયા
કચ્છ- નીતિશ લાલ
કોંગ્રેસની પ્રથમ યાદી 39 ઉમેદવારોની હતી
કોંગ્રેસની પહેલી યાદીમાં 39 ઉમેદવારોના નામો હતાં. દિલ્લી,છત્તીસગઢ,તેલંગાણા માટેના ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. કર્ણાટકા,કેરળ,મણિપુર,મેઘાલયા અને ત્રિપુરા, સિક્કિમ અને લક્ષ્યદ્વીપથી કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. અત્રે જણાવીએ કે, પહેલી યાદીમાં ગુજરાતના એકપણ ઉમેદવારોના નામ જાહેર કરાયા ન હતા…







