Election 2024: ગુજરાતની આ 5 બેઠક પર યોજાશે વિધાનસભાની પેટા ચૂંટણી, જાણો વિગત…
એક તરફ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં ગુજરાતની ગુજરાતમાં 26 લોકસભાની સાથે 5 વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ગુજરાતની 5 વિધાનસભા બેઠક પર 7 મી મે ના રોજ યોજાશે પેટાચૂંટણી
ગુજરાતમાં લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણીઓને લઈને મતદાન તારીખથી લઈ મતદાન ગણતરી સુધીનો તમામ કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતની ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ સાથે જ પેટા ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસે પોત પોતાના ઉમેદવારોની પસંદગીને લઇને કવાયત તેજ કરી દીધી છે. જોકે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ રાજીનામું ધરી દીધૂ હતું પરંતુ તે બેઠક અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એવું સૂત્રો પસે થી જાણવા મળી રહ્યું છે કે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે.
આ રાજ્યમાં થશે પેટા ચૂંટણી
લોકસભાની ચૂંટણી સાથે ચૂંટણી પંચ દ્વારા બિહાર, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ સહિતના રાજ્યોની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે.
કઈ બેઠક પરથી કોણે આપ્યા રાજીનામાં?
માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું.
ખંભાતના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી ચિરાગ પટેલનું રાજીનામું આપ્યું હતું.
વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાનું રાજીનામું આપ્યું હતું.
પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાનું રાજીનામું આપ્યું હતું.
વિસાવદરના આપના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.
વાઘોડિયાના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.







