20 માર્ચ એટલે ચકલીઓ માટેનો સમર્પિત દિવસ.20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી થાય છે.ત્યારે આ ચકલી એટલે. ચી ચી ના અવાજ સાથે સમગ્ર વાતાવરણ ને ગુંજતું કરનાર મનગમતું પક્ષી. આજકાલ ચકલી વિલુપ્ત થતું પક્ષી બન્યું છે. ત્યારે ફરીથી ગોરૈયાને આંગણે આવતી કરવા ચકલી બચાવવા ઝુંબેશ થરુ થઈ છે.

ચકલી એટલે નાના બાળકોનું મન ગમતું પક્ષી. ચકલી એટલે બાળપણની યાદો તાજી કરતું પક્ષી. ભારત દેશને પણ સોને કી ચીડિયા ની ઉપમા આપવામાં આવે છે. એજ ચકલી હવે કોન્ક્રીટના જંગલમાં ખોવાઈ ગઇ છે. જંગલ કપાતા ગયા અને આંગણાનું આ પક્ષી પણ ખોવાતું ગયું છે. .ત્યારે આ ચકલીને લુપ્ત થતી બચાવવા માટે ચકલીને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા ચકલીઓના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

થોડા વર્ષો પહેલા જ ઘરમાં ચકલીની ચી ચી. સુમધુર સંગીત રેલાવતી હતી. પરંતુ કોન્ક્રીટના જંગલમાં શહેરોની સાથે હવે ગામડા પણ ચકલીઓ ધીરેધીરે ગૂમ થતી જાય છે. જેથી આવનારી પેઢી માત્ર તસ્વીરમાં જ નહીં ચકલીને જોઇને નહીં.પરંતુ ઘરમાં જ ચકલીની ચીચી સાંભળે તેવા પ્રયાસના ભાગ રૂપે આ માળાનું વિતરણ કરાઇ રહ્યુ છે.ત્યારે 20 માર્ચે વલ્ડ સ્પેરો ડેની ઉજવણી કરીને એક દિવસ માટે ચકલીની જાળવણી કરવા કરતા જો આખુંયે વર્ષ આ નાના પક્ષીની કાળજી લેવાય તો આ લુપ્ત થતા જીવેને બચાવી શકાશે

જાણો વિશ્વ ચકલી દિવસ ઉજવવાની શરૂઆત કઈ રીતે થઈ
ભારતમાં નેચર ફોરએવર સોસાયટી (NFS) એ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી માટે આંતરરાષ્ટ્રીય પહેલ શરૂ કરી હતી. ઇકો-સીઝ એક્શન ફાઉન્ડેશન (ફ્રાન્સ) અને વિશ્વભરના અન્ય અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના સહયોગથી નેચર ફોરએવર સોસાયટી ઈન્ડિયા દ્વારા આ આંતરરાષ્ટ્રીય પહેલ કરવામાં આવિ હતી. નેચર ફોરએવર સોસાયટીની શરૂઆત ભારતીય સંરક્ષણવાદી મોહમ્મદ દિલાવરે કરી હતી,

કેટલાક વિસ્તારોમાં ચકલીની સંખ્યામાં ઘટાડો થયો છે. તેથી, ચકલી અને અન્ય સામાન્ય પક્ષીઓના શહેરી વાતાવરણમાં જાગૃતિ લાવવા અને તેમની વસ્તી દ્વારા સામનો કરવામાં આવતા જોખમો અંગે વર્લ્ડ સ્પેરો ડે તરીકે એક દિવસની નિયુક્તિ કરવામાં આવી.

ચકલી એ ઘરે ઘરે જોવા મળતું પક્ષી છે, તે અન્ય પક્ષીઑ સાથે ટોળાં બનાવી અને ઝુંડમાં રહે છે પરંતુ હવે તેની વસ્તી ઘટતા તેના અંગે જાગરુકતા માટે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વ ચકલી દિવસની સૌપ્રથમ ઉજવણી વર્ષ 2010 માં કરવામાં આવી હતી ત્યારબાદ દર વર્ષે 20 માર્ચના રોજ ચકલી દિવસની ઉજવણી વિવિધ થીમ સાથે કરવામાં આવે છે. વર્લ્ડ સ્પેરો ઓર્ગેનાઈઝેશનની અધિકૃત વેબસાઈટ મુજબ, વર્લ્ડ સ્પેરો ડે પર વર્ષ 2024 માટે  થીમ “I LOVE Sparrows.” છે. નાના સુંદર પક્ષી અને મનુષ્ય વચ્ચેના સંબંધને વધારવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે થીમ પસંદ કરવામાં આવી છે. આ વર્ષે I LOVE Sparrows. થીમ સાથે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવશે