અમરેલી: ભાજપના ઉમેદવાર બદલવા લાગ્યા પોસ્ટર, જાણો શું લખ્યું…
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં સતત વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના ઉમેદવારને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ભાજપમાં ભીખાજી ઠાકોરને બદલે શોભનાબેન બારૈયાને મેદાને ઉતારવામાં આવ્યા છે. ત્યારે ભીખાજીના સમર્થકો વિરોધ કરી રહ્યા છે. રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે. ચંદુભાઈ શિહોરાનો સુરેન્દ્રનગરમાં વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે હવે અમરેલીના ઉમેદવાર ભરત સુતરીયાનો વિરોધ શરૂ થયો છે. ભરત સુતરીયાને લઈ દેવળા ગામમાં બેનર લાગ્યા છે.
લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ ભાજપનો આંતરિક વિખવાદ સતત સામે આવી રહ્યો છે. કેટલીક બેઠક પર ભાજપના ઉમેદવાર સામે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હવે અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પણ પોસ્ટર લાગ્યા છે. જેમાં લખ્યું છે કે ભાજપનો ઉમેદવાર બદલો, હમ ખાઈને કે જો ભરત સુતરીયા હાલે? આને બદલો ભાઈ 4 પાસ છે.
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. રાજપૂત સમાજ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો છે. તો બીજી તરફ અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં અહીં દેવળા ગામે પોસ્ટર લાગ્યાં છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના પોસ્ટર વોર જોવા મળી રહી છે.અહીંના ઉમેદવાર ભરત સુતરિયે બદવાના પોસ્ટર લાગ્યા છે. જો કે આ પોસ્ટર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે.







