લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. આ દરમિયાન ચૂંટણીને લઈ રાજ્યમાં પ્રચાર પ્રસારની કામગીરી પુરજોશમાં શરૂ છે. ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના પાટણ ગામે પાટણ લોકસભા બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભીની ચૂંટણી પ્રચારની જાહેર સભા અલ્પેશ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેને  કોંગ્રેસ છોડવાનું કારણ પણ જણાવ્યું.

પાટણમાં જાહેર સભા દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું કે, ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં છાસવારે કોમી હુલ્લડો થતા હતા. દેશ અને ગુજરાતને લૂંટવાનું કામ 70 વર્ષ સુધી કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસમાં જોડાયા બાદ માત્ર દોઢ વર્ષના સમયગાળામાં જ હું થાકી ગયો એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો.

ક્ષત્રિય સમાજ મામલે જાણો શું કહ્યું અલ્પેશ ઠાકોરે
ક્ષત્રિય સમાજના વિરોધ મામલે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે,  અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે આ વિરોધ માત્ર એક નેતા સામે જ છે. ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પ્રત્યે આ સમાજને ખૂબ સન્માન છે. દરેક સમાજના લોકો નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે. ગુજરાતની જનતાએ ભૂતકાળનું ભ્રષ્ટ શાસન અણગઢ વહીવટ અને તોફાનો વાળું ગુજરાત જોયું છે. નરેન્દ્ર મોદીના શાસનનો દેશ અનેક ઊંચાઈઓ સર કરી રહ્યો છે.