આજે ત્રીજું નોરતું આજ ના દિવસે માંચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે.તો આવો જાણીએ શું છે આજ નો મહિમા

ચંદ્રઘંટામાતા નામ કેવી રીતે પડ્યું ?

મુગટ પર ઘંટ આકારનો ચંદ્ર એટલે ચંદ્રઘંટા કહેવામા આવે છે.  શિતળતા આપનારી દેવી મનની શિતળતા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી સિદ્ધિ પ્રાપ્ત થતી નથી.

ચંદ્રઘંટા માતાજીનું પૂજન કરવાથી શો લાભ થાય છે ?

માનસિક શાંતિ માટે પૂજન કરવું જોઈએ સાત્વિક ભાવને ઉત્પન્ન કરનારી દેવી ચંદ્રઘંટા મધુરવાણી આપનારી દેવી છે

માતાજીના સ્વરૂપનો મહિમા જાણીએ

આ દેવીના મસ્તક પર મુગટ પર ઘંટાના આકારનો અર્ધ ચંદ્રમા છે આથી આ દેવીને ચંદ્રઘંટા કહેવામાં આવે છે – આ દેવીના શરીરમાં ત્વચાનો રંગ સુવર્ણની માફક તેજસ્વી છે આથી દેવીનું આ સ્વરૂપ  શાંતિદાયક અને કલ્યાણકારી માનવામાં આવે છે વિદ્યાકીય સફળતા આપનારી છે આ દેવીને દસ ભૂજાઓ છે જે ખડ્ગ અને બીજા અસ્ત્ર શસ્ત્રથી સુશોભિત છે . વાઘ પર અસવાર આ દેવીની મુદ્રા યુધ્ધ માટે તત્પર છે – આ દેવીની કૃપાથી સાધક્કે અલૌકીક વસ્તુઓના દર્શન થાય છે અને દિવ્ય સુગંધની અનુભૂતિ થાય છે

પ્રસાદં તનુતં મહ્યં ચંદ્રઘંટેતિ વિશ્રુતા

ચંદ્રઘંટા માતાજીને શું અર્પણ કરવું ?

દૂધમાંથી બનેલી વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવે છે. ઠંડા પદાર્થો માતાજીને અર્પણ કરવા દુધ,ફળના જ્યુસ અને ઠંડી વસ્તુઓ અર્પણ કરી શકાય ઠંડી સુખડીનો પ્રસાદ અર્પણ કરી શકાય

ચંદ્રઘંટા માતાજી ને ભુવનેશ્વરી તેમજ શીતળા માતાજી સાથે સરખાવી શકાય છે.

આજનો મંત્ર- રિં ચંદ્રઘંટા દેવ્યૈ નમઃ મંત્ર ની માળા કરવી.

સંકલન:પૂ.ભરતભાઈ શાસ્ત્રી ધારીવાળા (હાલ-રાજકોટ) 9574730171