જૂનાગઢમાં ખેલાયો ખૂની ખેલ, પિતા-પુત્રની હત્યા…

જૂનાગઢમાં કાયદો અને વ્યસ્વથાની સ્થિતિ કથળી હોય તેમ અવારનવાર હુમલો, હત્યા, અપહરણની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે જૂનાગઢ જિલ્લામાં ડબલ મર્ડર ઘટના સામે આવી છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ડબલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. રવની ગામમાં પિતા અને પુત્રની હત્યા કરવામાં આવી છે. પિતા પુત્રની ગોળી મારી હત્યા કરાઇ છે.તેમના ખેતરે જ બન્નેની હત્યા કરી હતી. ત્યારે આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પિતા અને પુત્રના મૃતદેહને PM માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓને પકડવા ચક્રોગતિમાં કર્યા છે.