IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું, એવો રેકોર્ડ સર્જાયો જેની કોઈએ અપેક્ષા પણ ન કરી હોય, જાણો શું છે મામલો…

IPL 2024 પ્લેઓફમાં પહોંચનારી ચાર ટીમોની જાહેરાત કરવામાં આવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ પછી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. આ સાથે ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં એક એવો ઈતિહાસ લખાઈ ગયો છે, જેના પર તમે વિશ્વાસ નહીં કરો. IPLમાં આ પહેલીવાર બન્યું છે કે છેલ્લી સિઝનની ટોચની 4 ટીમોમાંથી કોઈ પણ પ્લેઓફમાં પહોંચી નથી. કોઈને પણ આ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોઈ શકે છે.

 ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઈટન્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સઆઈપીએલ 2023 સીઝનમાં પ્લેઓફ માટેક્વોલિફાઈ થઈ હતી. પરંતુ આ ટીમો આ સીઝનમાં પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી. આ વખતે KKR, RR, SRH અને RCBએ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. આમ, એવી કોઈ ટીમ નથી જે ગત સિઝનમાં પ્લેઓફમાં રમી હોય અને આ વખતે પણ ટોપ 4માં હોય. આ દર્શાવે છે કે લીગ પર કોઈનું વર્ચસ્વ નથી.

જો કે આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચેલી ટીમોને જોયા બાદ એક વાત સામે આવી છે કે આ વખતે પણ નવા ચેમ્પિયન મળવાના ચાન્સ બહુ ઓછા છે. જો RCBનું નસીબ સારું હોય તો તે પહેલીવાર ચેમ્પિયન બની શકે છે. તે જ સમયે, જો કોલકાતા, રાજસ્થાન અથવા હૈદરાબાદ ટાઇટલ જીતે છે, તો આ સિઝનમાં કોઈ નવો ચેમ્પિયન મળશે નહીં, કારણ કે આ ટીમોએ ઓછામાં ઓછા એક વખત ટાઇટલ જીત્યું છે. RRએ 2008માં IPL, 2012 અને 2014માં KKR અને 2016માં SRH જીત્યું છે.