રાજકોટમાં આગની દુર્ઘટનાને લઈ તંત્ર પર ફરી એક વખત સવાલો ઉઠયા છે. ફરી સુરત તક્ષશિલા જેવી ઘટના બની છે. આ ઘટનામાં 27 લોકોના મોત થાય છે. આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગી છે. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયું છે. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં 27 લોકોનાં મોત થયા છે. આ તરફ તંત્રએ 27 લાપત્તા લોકોની યાદી જાહેર કરી છે.આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. આ સાથે મૃતકોની ઓળખ માટે DNA લેવાનું શરૂ કર્યું છે.
27 મૃતદેહના DNA, સ્વજનોનાં બ્લડ સેમ્પલ લેવાયાં
મૃતકોની ઓળખ ના થતાં રાત્રે દોઢ વાગ્યા પછી DNA સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું. આ તરફ સ્વજનોના બ્લડ સેમ્પલ પણ લેવાયા છે. DNA રિપોર્ટ 3 દિવસ પછી આવશે. ત્યાં સુધી પરિવારને લાશ પણ મળશે નહીં.
કોર્પોરેશનની મંજૂરી લેવી ના પડે એ માટે અહીં શેડ બનાવ્યો હતો.અને રાઈડનું સર્ટિફિકેટ લઈ ત્રણ માળનો ભવ્ય ગેમ ઝોન શરૂ કરી દીધો હતો.આ સર્ટિફિકેટ આપનાર અધિકારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ગેમ ઝોન માટે ફાયરનું NOC પણ લીધું નહોતું. દુર્ઘટનાની તપાસ માટે SIT રચાઈ છે. આ ટીમના સભ્યો મોડી રાતે જ રાજકોટ પહોંચી ગયા છે. જો કે, SITમાં બંછાનિધિ પાનીની નિમણૂક સામે સવાલો ઉઠ્યા છે.
આગનું કારણ
સીડી પર વેલ્ડિંગ કરતી વખતે તણખાં ઝરતાં અચાનક આગ ભભૂકી.જો કે ઉપર જવા માટે એક જ સીડી હોવાથી બીજા-ત્રીજા માળના લોકોને બચવાનો રસ્તો જ મળ્યો નહીં. જેને કારણે મૃત્યુઆંક ખૂબ જ વધી ગયો.
આ કારણે આગ વિકરાળ બની
ગેમ ઝોનમાં રબ્બર અને રેક્ઝિનનું ફ્લોરિંગ હતું. સાથે જ પતરાંનાં સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટનું પાર્ટીશન હતું. વળી કાર ઝોન ફરતે એક હજારથી વધુ ટાયર હતા. આ ઉપરાંત અહીં પચ્ચીસો લીટર ડીઝલ હોવાથી આગ વિકરાળ બની હતી.
99 રૂપિયાની સ્કીમ
વેકેશન અને વીકેન્ડને કારણે એન્ટ્રી ફી 500 રૂપિયાથી ઘટાડી 99 રૂપિયા કરી હતી. જેને કારણે અહીં ભીડ વધું હતી.દુર્ઘટના સમયે અહીં 300 લોકો હાજર હતા. જેમાંથી ઘણા લોકો હજુ લાપતા છે. સિવિલ હૉસ્પિટલમાં એક એમ્બ્યુલન્સમાં 5-5 મૃતદેહ લાવવાની ફરજ પડી. કેટલાક મૃતદેહ તો કોથળાં-કાપડ અને પ્લાસ્ટિકની થેલીઓ લવાયા હતા. તો કેટલાક ટાયરમાં જ ચોંટેલા હતા. 5 ફૂટની એક વ્યક્તિનો મૃતદેહ તો સાડા ત્રણ ફૂટ જેટલો થઈ ગયો હતો.
મિસિંગ અને મળેલા લોકોની યાદી
નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (ઉ.વ. 23)
પ્રકાશભાઇ નગીનદાસ પાંચાલ (ગોંડલ)
વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (ઉ.વ. 44)
ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 15)
સુનિલભાઇ હસમુખભાઇ સિદ્ધપુરા (ઉ.વ. 45)
ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ. 35)
અક્ષત કિશોરભાઇ ઘોલરીયા (ઉ.વ. 24)
ખ્યાતિબેન સાવલીયા (ઉ.વ. 20)
હરિતાબેન સાવલીયા (ઉ.વ. 24)
વિશ્વરાજસિંહ જાડેજા (ઉ.વ. 23)
કલ્પેશભાઇ બગડા
સુરપાલસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા
નિરવ રસિકભાઇ વેકરીયા (ઉ.વ. 20)
સત્યપાલસિંહ જાડેજા (ઉ.વ. 17)
શત્રુધ્નસિંહ ચુડાસમા (ઉ.વ. 17)
જયંત ગોટેચા
સુરપાલસિંહ જાડેજા
નમનજીતસિંહ જાડેજા
મિતેશ બાબુભાઇ જાદવ (ઉ.વ. 25)
ઓમદેવસિંહ ચુડાસમા (ઉ.વ. 35)
વિરેન્દ્રસિંહ
કાથડ આશાબેન ચંદુભાઇ (ઉ.વ. 18)
રાજભા પ્રદિપસિંહ ચૌહાણ (ઉ.વ. 12)
રમેશ કુમાર નસ્તારામ
સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા
મોનુ કેશવ ગૌર (ઉ.વ. 17)







