ભ્રષ્ટાચારનો ભોગ તો આ સાંસદ પણ બન્યા, NOC માટે ફાયર ઓફિસરને 70 હજાર.. જાણો શું છે મામલો…

રાજકોટ આગકાંડની દૂર્ઘટનામાં એક તરફ જનતા પીસાઈ રહી છે. પારાવાર પીડાને સહન કરી શકાય તેમ જ નથી. એવામાં રાજકોટ ટીઆરપી ગેમઝોન આગકાંડમાં ભાજપના સાંસદ રામભાઈ મોકરિયા ભારે ચર્ચામાં આવ્યા છે. દૂર્ઘટનાના પહેલા દિવસથી સતત ચર્ચા થઈ રહી છે કે જે પણ જવાબદાર અધિકારીઓ હોય એકપણને બક્ષવામાં નહીં આવે, ચમરબંધીને છોડવામાં નહીં આવ એવામાં ભાજપના નેતા રામભાઈ મોકરિયાએ ચીફ ફાયર ઓફિસરને ફાયર એનોઓસી માટે 70 હજાર આપ્યા હોવાનો ખુલાસો કર્યો છે.

સવાલએ છે કે લાંચિયા અધિકારીઓ જો સાંસદને પણ ન મુક્તા હોય તો સવાલ એ છે કે આમ જનતાની શું હાલત હશે. અને બીજો સવાલ એ છે કે અત્યાર સુધી સાંસદ કેમ ચૂપ હતા. ડેપ્યુટીફાયર ઓફિસર કે જેમની હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તે ભીખાભાઈ ઠેબાએ 70 હજાર રૂપિયા લીધા હતા. રામભાઈ મોકરિયાએ મીડિયા સાથે હાલમાં વાત કરવાની ના પાડી, પરંતુ કહ્યું હા મારી પાસેથી રૂપિયા લીધા હતા. મહાનગરપાલિકામાં રૂપિયા વગર કાંઈ જ કામો થતા નથી.

સાંસદ બનતા જ રૂપિયા પરત કર્યા ?
રામભાઈ મોકરીયા માત્ર બિઝનેસમેન હતા ત્યારે આ 70 હજાર રૂપિયા લેવામાં આવ્યા હતા. બાદમાં રામભાઈ મોકરીયા સાંસદ બન્યા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાએ કવરમાં 70,000 નાખી રામભાઈ મોકરીયાને પરત આપ્યા હતા. 150 ફૂટ રીંગ રોડ પર બાંધકામ માટેના ફાયર એનઓસી માટે લેવા માટે આપ્યા હતા ભીખાભાઇ ઠેબાને 70 હજાર રૂપિયા આપ્યા હતા.

ફાયર વિભાગ કેવી રીતે ભ્રષ્ટાચાર આચરે છે તેનો પુરાવો ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ આપ્યો છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કે, સરવે નંબર 105 માં ભાજપ કાર્યાલય પાસે મેં 27 હજાર વારમાં બિલ્ડીંગનો પ્લાન મૂક્યો હતો. આ જમીન બિનખેતી થઈ હતી. જેમા રેસિડેન્શિયલ અથવા કમર્શિયલ પ્રોજેક્ટ થઈ શકે. તેના એનઓસી માટે મેં ફાયર ઓફિસર ઠેબાના 70 હજાર રૂપિયા આપ્યા હતા. ત્યારે હું સાંસદ નહોતો, મહાનગરપાલિકામાં કોણ પૈસા નથી લેતું. બધાનો ત્રાસ છે. 200 કરોડની જમીન હોય અને કામ અટકાવી દે. આ લોકો એનઓસી માટે બધા પાસેથી રૂપિયા લે છે. આ માટે બિલ્ડર એસોસિયેશનને પૂછો.