આ 47 નેતાઓને મોદી કેબિનેટ 3.O માં મળી શકે છે સ્થાન, જુઓ લિસ્ટ…

નરેન્દ્ર મોદી રવિવારે સાંજે વડાપ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. વડાપ્રધાન પદ માટે શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં શરૂ થશે. આ દરમિયાન નરેન્દ્ર મોદીની સાથે મોદી 3.0 કેબિનેટના ઘણા મંત્રીઓ પણ શપથ લેશે. આવી સ્થિતિમાં આજે સવારથી જ કેટલાક ઉમેદવારોને કોલ આવવા લાગ્યા છે અને અત્યાર સુધીમાં 47 નામ સામે આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જીતનરામ માંઝી, જયંત ચૌધરી અને અનુપ્રિયા પટેલને બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમને મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. નીતિન ગડકરી, સુદેશ મહતો, એચડી કુમાર સ્વામી, રાજનાથ સિંહ, પ્રહલાદ જોશી અને જયંત ચૌધરી, રામ મોહન નાયડુ અને પી ચંદ્રશેખરને ફોન આવ્યા છે.

ભાજપના આ નેતાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન

  • અમિત શાહ
  • નીતિન ગડકરી
  • રાજનાથ સિંહ
  • અશ્વિની વૈષ્ણવ
  • નિત્યાનંદ રાય
  • મનસુખ માંડવિયા
  • પ્રહલાદ જોષી
  • શિવરાજ સિંહ ચૌહાણ
  • બીએલ વર્મા
  • શોભા કરંડલાજે
  • જ્યોતિરાદિત્ય સિંધિયા
  • સર્બાનંદ સોનોવાલ
  • અર્જુન રામ મેઘવાલ
  • રક્ષા ખડસે
  • જીતેન્દ્ર સિંહ
  • કિરેન રિજુજુ
  • રાવ ઈન્દ્રજીત સિંહ
  • શાંતનુ ઠાકુર
  • બંડી સંજય
  • જી કિશન રેડ્ડી
  • હરદીપ સિંહ પુરી
  • રવનીત સિંહ બિટ્ટુ
  • અન્નપૂર્ણા દેવી
  • જિતિન પ્રસાદ
  • મનોહર લાલ ખટ્ટર
  • હર્ષ મલ્હોત્રા
  • અજય તમટા
  • ધર્મેન્દ્ર પ્રધાન
  • નિર્મલા સીતારમણ
  • સાવિત્રી ઠાકુર
  • મુરલીધર મોહન
  • સી આર પાટીલ
  • શ્રીપદ નાઈક
  • ગજેન્દ્ર સિંહ શેખાવત
  • ગિરિરાજ સિંહ
  • કૃષ્ણપાલ ગુર્જર
  • એસ જયશંકર
  • પિયુષ ગોયલ

ટીડીપીના આ નેતાઓ મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન 

  •  રામ મોહન નાયડુ
  • ચંદ્રશેખર પેમ્માસાની

જેડીયુના આ નેતાઓ મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન 

  • એચડી કુમારસ્વામી 
  • રામનાથ ઠાકુર

એલજેપીના આ નેતાઓ મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન 

  • ચિરાગ પાસવાન

હમ પાર્ટી ના આ નેતાઓ મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન 

  • જીતનરામ માંઝી

શિવસેનાના આ નેતાઓ મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન 

  • પ્રતાપ રાવ જાધવ

આરએલડીના આ નેતાઓ મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન 

  • જયંત ચૌધરી

અપના દલ ના આ નેતાઓ મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન 

  • અનુપ્રિયા પટેલ
  • રામદાસ ઠવલે 

ભાજપે તેના સાથી પક્ષોને કહ્યું છે કે તેઓ અત્યારે દબાણ ન કરે. કેબિનેટ વિસ્તરણના બીજા તબક્કામાં તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં આવશે. આ સર્વસંમતિ થયા બાદ ક્યા પક્ષને કેટલો હિસ્સો મળશે તે નક્કી થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી અને નીતિશની પાર્ટી જેડીયુના ક્વોટામાંથી એક કેબિનેટ મંત્રી અને એક રાજ્ય મંત્રી બનાવવામાં આવશે.