જમ્મુના રિયાસી જિલ્લામાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓની બસ પર હુમલો કર્યો છે. જેના કારણે યાત્રિકોને લઈ જતી બસ કાબુ બહાર જઈને ખાડામાં પડી હતી. આ ઘટનામાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 33 ઘાયલ થયા હતા. આ હુમલો પોની વિસ્તારના તેરાયથ ગામમાં ત્યારે થયો જ્યારે શ્રદ્ધાળુઓ શિવખોડી મંદિર જઈ રહ્યા હતા. સેના, પોલીસ અને અર્ધલશ્કરી દળોના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

એસએસપી રિયાસી મોહિતા શર્માએ કહ્યું, “પ્રારંભિક અહેવાલોથી જાણવા મળ્યું છે કે શિવખોડીથી કટરા જતી એક પેસેન્જર બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. ફાયરિંગના કારણે બસના ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાઈમાં પડી હતી. “આ ઘટનામાં 33 લોકો ઘાયલ થયા છે અને 10 લોકોના મોત થયા છે.”

તેમણે કહ્યું કે હજુ સુધી મુસાફરોની ઓળખ થઈ નથી અને તેઓ સ્થાનિક નથી. શિવઘોડી તીર્થસ્થળને સુરક્ષિત કરવામાં આવ્યું છે. ડીસી રિયાસીએ જણાવ્યું કે આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે.

તેમણે કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. આતંકીઓ એ બસ પર હુમલો કર્યો હતો. જેના કારણે ડ્રાઇવરે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાડામાં પડી હતી. તમને જણાવી દઈએ કે શિવઘોડીમાં ભગવાન શિવને સમર્પિત એક મંદિર છે. કટરા નગર ત્રિકુટા પહાડીઓમાં વૈષ્ણો દેવી મંદિર માટે આધાર શિબિર તરીકે સેવા આપે છે.

બીજી તરફ આતંકી હુમલા બાદ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં રિયાસી ખાતે શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ સુરક્ષા કર્મચારીઓ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.