લોકસભા ચૂંટણીમાં વડોદરાના રહેવાસી અને  પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. તે TMC ના સાંસદ બન્યા છે.  ત્યારે હવે વિવાદ યુસુફ પઠાણ વિવાદના વંટોળમાં ફસાયા છે. ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરી હતી. તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી, પરંતુ રાજ્ય સરકારે તે માંગણી નામંજૂર કરી દીધી હતી. હવે તે જમીન પર ગેરકાયદે દબાણ કરી તબેલો અને દીવાલ બાંધી જમીનનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હોવાની વિગતો બહાર આવી છે.

ભાજપના પૂર્વ મેયરે સોશ્યિલ મીડિયા પર મેસેજ ફરતો કરતા વિવાદ સર્જાયો હતો, ત્યારે હવે તેમના બંગલાની બાજુમાં આવેલા કોર્પોરેશનના પ્લોટનો કેટલોક ભાગ દબાવી લઈ ગેરકાયદે રીતે દીવાલ બાંધી દઈ તબેલો કરી દીધાનું બહાર આવતા પઠાણ બંધુઓ વિવાદમાં આવ્યા છે.

તાંદળજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી આંગન સોસાયટી નજીક ટી.પી. સ્કીમ નં.22ના ફાઈનલ પ્લોટ નં.90 વાળી રહેણાંકનો હેતુ ધરાવતી 978 ચોરસ મીટર જમીન ક્રિકેટર યુસુફ પઠાણે વર્ષ 2012 વેચાણે લેવાની માંગણી કરી હતી. જેને લીધે પાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમતે આ દરખાસ્ત મંજૂર પણ કરાઈ હતી. જો કે, વર્ષ 2014માં જ શહેરી વિકાસ વિભાગે આ દરખાસ્તને નામંજૂર કરવામાં આવ્યો હતો.  આ જમીન યુસુફ પઠાણને નહીં આપવાના નિર્ણય બાદ તેમણે આ જમીન પર દીવાલ બાંધીને કબજો કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.