13 માર્ચે વડોદરામાં હોળીની રાત્રે પૂરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જી આઠ લોકોને અડફેટે લેનાર રક્ષિત ચૌરસિયાને લઈ મોટો ખુલાસો થયો છે. રક્ષિતે ગાંજાનું સેવન કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. રક્ષિત ચૌરસિયાએ આઠ લોકોને અડફેટે લેતા એક મહિલાનું મોત નિપજ્યું હતું. જે તે સમયે પોલીસે બ્લડ સેમ્પલ લઈ FSLમાં તપાસ માટે મોકલ્યા હતા. જેનો રિપોર્ટ આવતા પોલીસે રક્ષિત ચૌરસિયા, પ્રાંશુ ચૌહાણ અને સુરેશ ભરવાડ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
વડોદરામાં હોળીના દિવસે એટલે કે, 13 માર્ચના રાત્રિના સમયે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. રક્ષિત ચૌરસિયા નામના યુવકે હાઈસ્પીડમાં કાર દોડાવી આમ્રપાલી રોડ નજીક 8 લોકોને ઠોકર મારી. આ દુર્ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય 7 લોકો ઘાયલ થયા હતા. દુર્ઘટના પછી પણ, રક્ષિત ‘અનધર રાઉન્ડ’નો ઉલ્લેખ કરી રહ્યો હતો.
કારની સ્પીડને લઈ થયો મોટો ખુલાસો
રક્ષિત ચૌરસિયાએ જે કારાથી અકસ્માત કર્યો, એ કારનો ડાયગ્નોસીસ રિપોર્ટ મેળવવા પોલીસ કુરચો વળી ગયેલી કારને વોક્સ વેગન કંપનીમાં મોકલી આપી હતી. કારમાં ECU (ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ) હોય છે. જેમાં કારના દરેક ઇલેક્ટ્રીકલ પાર્ટસના ડેટા સ્ટોર થતા હોય છે. ડેટા સ્ટોર કરવા માટે એક ઇલેક્ટ્રીકલ મોડ્યુલ હોય છે. એરબેગનું ક્રેપ સેન્સર હોય છે. જેનો ડેટા ECUમાં રેકોર્ડ થતો હોય છે. આ ડેટા મેળવવાનો ઍક્સેસ ડીલરશીપ લેવલથી મેળવવો શક્ય નથી હતો. આ ડેટા મેળવવાનો ઍક્સેસ મેન્યુફેચરીંગ પ્લાન્ટ પાસે હોય છે. જેથી કારને કંપનીમાં મોકલવામાં આવી હતી. વોક્સ વેગન કંપનીએ પોલીસને સોંપેલા રિપોર્ટમાં રક્ષિતની કારની સ્પીડ 130 કિ.મીથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. જો કે પોલીસે આ મામલે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો
Facebook સાથે જ જોડાવા અહી ક્લિક કરો
Instagram સાથે જ જોડાવા અહી ક્લિક કરો