ગુજરાતના માથે એકસાથે વરસાદની બે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભારેથી અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ભારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. એક-બે નહીં, ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે દક્ષિણ ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. 24થી 27 ઓગસ્ટ ગુજરાતના અમુક વિસ્તારો માટે આફત લઈને આવશે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના સેવવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં પણ ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.જ્યભરમાં મેઘગર્જનાની ચેતવણી છે, એટલે કે ગાજવીજ સાથે વરસાદ વરસે શકે છે. આગામી પાંચ દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાવાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની પણ લેટેસ્ટ આગાહી આવી ગઈ છે. તેમણે કહ્યું છે કે આગામી આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણ કે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની સિસ્ટમ મજબુત થશે, ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડી શકે છે. 26મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે પણ વરસાદ માટે કરી દીધી છે ઘાતક આગાહી. આગામી 7 દિવસ એટલેકે, આગામી સપ્તાહ ગુજરાત પર હેવી રેઈન ફોલ સિસ્ટમ સક્રિય રહેશે. જેને કારણે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જાણો કયા જિલ્લાઓમાં થઈ શકે છે વધારે અસર. એક તરફ હવામાન વિભાગની આગાહી અને બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી…આ વખતે તો ગુજરાતનું આવી બન્યું સમજો. આ સપ્તાહ એટલકે, આગામી સાત દિવસ ખરેખર સાચવી લેજો…અંબાલાલ પટેલે કહ્યું છેકે, આ દિવસો દરમિયાન મેઘરાજા ગુજરાત પર મનમુકીને વરસશે. ખાસ કરીને આગામી સપ્તાહ ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરી દેવામાં આવી છે. આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે.
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસશે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો તારીખ 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદ થશે. લાંબા સમયના વિરામ પછી હવે ગુજરાત ભરમાં ફરીથી વરસાદી માહોલ જામવાનું શરૂ થયું છે.આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધુ રહી શકે છે વરસાદનું જોર…







