એક યુદ્ધ આવું પણ બુદ્ધિનું

શ્રી કૃષ્ણની રણ નીતિ સામે શકુનીની કપટ બુદ્ધિ
મહાભારત હર કોઈ વ્યક્તિના ધ્યાનમાં હશે .જોયું પણ હશે જ્યાં મામાં શકૂની જે કપટનીતિ કરે છે .
એની જ સામે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના સારથી બની કર્મનો માર્ગ બતાવે છે .

ખરેખર મહાભારત શું શીખવે છે !
બુદ્ધિ નો ઉપયોગ કેવી રીતે ક્યાં કરવો ,
જો બુદ્ધિ નો સરખો ઉપયોગ થાય તો
એ તલવાર કરતા પણ વધુ ધાતક બની શકે .

પહેલ કરી અર્જુન જ્યારે યુદ્ધના મેદાનમાં સારથી માટે શ્રી કૃષ્ણની પસંદગી કરી .મોટી સેના કરતા ભગવાન શ્રી કૃષ્ણની રણનીતિ અર્જુનની વિજય નિશ્ચિત હતી .

જ્યારે શકુની પાસે બુદ્ધિ હતી પણ, એ નકારત્મક વેર અને છળ કપટ અને માત્ર વિનાશ કરવાની હતી .

જ્યારે ” યોગેશ્વર” શ્રી કૃષ્ણ અધર્મ દૂર કરી ધર્મની સ્થાપના નો ઉદ્દેશ્ય હતો . જેમણે રણ મેદાનમાં શસ્ત્ર ઉઠાવ્યા વગર યુદ્ધની દિશા બદલી નાખી હતી .

દુર્યોધન શકુનિની સલાહ લઈ વિનાશ નોતર્યો. જ્યારે અર્જુન ને શ્રી કૃષ્ણના સાથ થી રણભૂમિમાં માર્ગદર્શનથી વિજય મેળવ્યા .

મનુષ્યમાં અનેક પ્રકારના શકુની અને કૃષ્ણ હોય છે .હવે ! વિચારવાનું આપણા જીવનમાં કોની સલાહ લઈએ છીએ , ( સકુની જેવા નકારાત્મક કે કૃષ્ણ જેવા સકારાત્મક) એ મહત્વનું છે .

બુદ્ધિ એ શક્તિ છે પણ બુદ્ધિમાં વિવેક હોવો એ ભક્તિ છે .
બુદ્ધિશાળી હોવું પૂરતું નથી ,
બુદ્ધિમાન હોવું જરૂરી છે .
શકુની ની બુદ્ધિ પાશા પર આધારિત હતી ,જ્યારે શ્રી કૃષ્ણની બુદ્ધિ ‘ કર્મ ‘
પર આધારિત હતી .

હવે નક્કી આપણે કરવાનું છે , આપણા જીવનના રથના સારથી કોને બનવા છે . છળ કપટ નું પ્રતીક શકુની ને કે પછી કર્મ અને ધર્મના માર્ગદર્શક શ્રી યોગેશ્વર શ્રી કૃષ્ણને ?

‘ કર્મ ‘ માણસના છેલ્લા શ્વાસ સુધી સાથે રહે છે ,એટલે જ કહે છે કર્મ કરો તો શ્રી કૃષ્ણનો ગીતા સાર યાદ કરી ને કરો .

આલેખન 
રૂપલ ધર્મેશભાઈ ગંગાજળિયા
( નીકાવા)

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો`

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો
Website સાથે જોડાવા અહી ક્લિક કરો