ICC વર્લ્ડ કપ 2023માં પાકિસ્તાન ક્રિકેટ ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે.પાકિસ્તાન ક્રિકેટ ટીમ આઠ પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.સેમિફાઇનલની રેસમાંથી બહાર થયા બાદ બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાન ક્રિકેટ ટીમ સ્વદેશ પરત ફરી હતી.હાલમાં કેપ્ટન બાબર અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) બંને પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોના નિશાના પર છે. એક શોમાં પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે વર્લ્ડ કપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના પ્રદર્શન વિશે વાત કરતા ઐશ્વર્યા રાય બચ્ચન વિશે ખરાબ ટિપ્પણી કરી હતી, જેના પછી તે સોશિયલ મીડિયા પર ચાહકોના ગુસ્સાનો શિકાર બની રહી છે.

ઈરાદાઓ વિશે વાત કરતા અબ્દુલ રઝાકે કંઈક એવું કહ્યું જે ભારતીય ક્રિકેટ ચાહકોને બિલકુલ પસંદ નહીં આવે.એક શોમાં રઝાક સાથે શાહિદ આફ્રિદી, ઉમર ગુલ જેવા પૂર્વ ક્રિકેટરો હાજર રહ્યા હતા.સ્ટેજ પર હાજર અન્ય પૂર્વ ક્રિકેટરો પણ રઝાકની ટિપ્પણી પર હસતા જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર થઈ ટીકા 
રઝાકે કહ્યું, ‘ટીમ સારૂ પ્રદર્શન કરવા માટે ઈરાદા સાચા હોવા જોઈએ.જો તમને લાગતું હોય કે મારે ઐશ્વર્યા રાય બચ્ચન સાથે લગ્ન કરવા જોઈએ અને આદર્શ બાળકો હોય તો એવું નહીં થાય.તમારે પહેલા તમારા ઇરાદાઓ બરાબર સેટ કરવા પડશે.રઝાક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યો હતો.તેના ચાહકોને આ કમેન્ટ બિલકુલ પસંદ ન આવી.આ માટે સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા થઈ રહી છે.

પાકિસ્તાનનું પ્રદર્શન રહ્યું ખરાબ 
પાકિસ્તાન ક્રિકેટ ટીમ નવ લીગ મેચોમાંથી માત્ર ચાર જ જીતી હતી, જ્યારે બાકીની પાંચ મેચોમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો.પાકિસ્તાન ક્રિકેટ ટીમને વર્લ્ડકપ 2023 પહેલા સેમીફાઈનલમાં પહોંચવાની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ બાબર આઝમ એન્ડ કંપનીએ વર્લ્ડ કપમાં જે રીતે પ્રદર્શન કર્યું તેનાથી પાકિસ્તાન ક્રિકેટ ચાહકો ખૂબ જ નિરાશ છે.પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરોએ પણ બાબર આઝમની કેપ્ટનશીપની આકરી ટીકા કરી છે.