રાજકોટના જોહર કાર્ડમાં એક જ સ્થળ પર જોવા મળશે 2000 જેટલી રાખડીનો ખજાનો, જાણો વિશેષતા
દેશમાં ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન બહેન ભાઈ માટે બેસ્ટ રાખડી શોધી રહી છે. ત્યારે રાજકોટનું જોહર કાર્ડ લાવ્યું છે એક જ સ્થળ પર એક સાથે 2 હજારથી વધુ ડિઝાઇનની રાખડી અને અદભુત રાખડી કલેક્શન.

રાજકોટના ડો. યાજ્ઞીક રોડ તેમજ જોહર ગેલેરી પ્રેમ મંદિર રોડ, કાલાવડ રોડ, ગાર્ડન સામે આવેલ જોહરકાર્ડમાં ટ્રેડીશનલ ડીઝાઇનો, ક્રીસ્ટલ પારાના, રૂદ્રાક્ષ, ચંદનની ભવ્ય સંખ્યાબંધ ડીઝાઇનો રજવાડી હીરા જડીત રાખડીઓ, જયપુરી સ્ટોનની ચાઇના બીટસની મીનાકારી કરેલ પેન્ડલ ની રાખડીઓ, અલગ અલગ કલરના ડાયમંડ રાખડીઓ તુલસીના પારાની , પર્લ મોતીની રાખડી, ડાયમંડ રીંગ વાળી રાખડી, કસુબ ઝરીના બુટીની રાખડીઓ, ડાયમંડ રીંગવાળી રાખડી, કસુબ ઝરીના બુટીની રાખડીઓ, રોઝ ગોલ્ડની રાખડીઓ, કુંદનના નંગની, અમેરીકન ડાયમંડની સંખયાબંધ ડીઝાઇનની રાખડીનો ખજાનો એક જ સ્થળ પર જોવા મળી રહ્યો છે.

જોહર કાર્ડના હસનેન ભાઈએ જણાવ્યું કે, છેલ્લા ૫૭ વર્ષથી રાખડીનો વ્યવસાય કરું છું. અને આ વખતે ઘણા પ્રકારની નવી રાખડી લાવ્યા છે. ઝૂમબા ભાઈ ભાભી રાખડી, અમેરિકન ડાયમંડ રાખડી, બાળકો માટે વિવિધ પ્રકારની રાખડી આવી છે. 15 રૂપિયાના 6 નંગ રાખડીથી શરૂઆત થાય છે.







