ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અમરેલીના બગસરામાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બોલેરો પિકપ વાહન પલટી મારી જતા 16 લોકો ને ઇજા પહોંચી છે. જ્યારે એક મહિલાનું મોત થયું છે.
વડીયાના ઢૂંઢિયા પીપળીયા અને સાકરોલા ગામના વાવલિયા પરિવારના સભ્યો  ધારી ખોડિયાર લાપસી કરવા જતા હતા. આ દરમિયાન બગસરા નજીક હડાળા પાસે સર્જાયો ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બોલેરો પિકપ વાહન પલટી મારી હતી.
ઇજાગ્રસ્તોને અમરેલી રિફર કરાયા 
આ અકસ્માતમાં ૪૦ વર્ષીય મહિલાનું મોત થયું છે. જ્યારે  6 ને સામાન્ય અને 10 લોકોને વધુ ઇજાઓ થતા અમરેલી સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે.