નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાયલીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે. કેટલાક નરાધમો દ્વારા અવાવરૂ જગ્યાએ સગીરા પર તેના મિત્રની સામે જ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. સગીરાની માતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
વડોદરામાં સગીરા ઉપર મોડીરાત્રે ભાયલી વિસ્તારમાં ગેંગરેપ ઘટના બનતાં સનસનાટી મચી ગઈ છે. તાલુકા પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને ઘટનાસ્થળ પાસેથી તૂટેલાં ચશ્માં અને ઝાંઝર મળ્યાં છે, જે પોલીસે કબજે કરી હવસખોરોની શોધખોળ હાથ ધરી છે.
સગીરા પર ગેંગરેપ થયાની જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ગઈ. આરોપીએ 30થી 35 વર્ષના હોવાનું પોલીસનું અનુમાન છે. સગીર પીડિતા પરપ્રાંતીય છે. આ ઘટના ગંભીર છે. સમગ્ર જિલ્લા પોલીસની સાથે શહેર પોલીસ તપાસમાં જોડાઈ છે. પીડિતા ગરબા રમવા ગઈ ન હતી. તે નોર્મલ ડ્રેસમાં હતી, ચણિયાચોળીમાં નહોતી. પોલીસ માટે ખુબ ચેલેન્જિંગ કેસ છે.
જાણો શું કહ્યું પોલીસે
વડોદરાના એસપી રોહન આનંદે જણાવ્યું હતું કે ગઈકાલે મોડીરાત્રે દુષ્કર્મની ઘટના બની હતી. પીડિતાના પિતાએ ફરિયાદ નોંધાવી છે. પીડિતા તેના બાળપણના મિત્રને રાત્રે 11.30 વાગ્યે મળી હતી. ત્યાંથી ભેગા થઈને બન્ને ભાયલી વિસ્તારમાં સનસિટી સોસાયટી છે એની આજુબાજુમાં વાત કરવા માટે ગયા હતા. 12 વાગ્યાના અરસામાં બે બાઈક પર પાંચ લોકો આવ્યા હતા, જેમાં એક બાઈક પર બે જણા અને બીજી બાઈક પર ત્રણ શખસ હતા. આ પાંચેય શખસે પહેલા અભદ્ર શબ્દોમાં વાત કરી હતી, જેનો પ્રતિકાર પીડિતા અને તેનો મિત્ર કરતા હતા.આમાંથી બે લોકો પહેલા નીકળી ગયા હતા. બાકીના ત્રણમાંથી એક શખસે પીડિતાના મિત્રને ગોંધી રાખ્યો હતો અને બે શખસે પીડિતા પર દુષ્કર્મ આચર્યું હતું. પછી આ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. પીડિતા પછી સંતુલિત થઈ મિત્ર સાથે પોલીસને જાણ કરી તો તે પણ ત્યાં પહોંચી. ઘટનાસ્થળને પહેલા કોર્ડન કરવામાં આવ્યું છે. સ્થળ પરથી ઘણા બધા પુરાવા મળી ગયા છે. આ જગ્યા પર ઘણું અંધારું હતું. દિવસમાં પણ ઘણો અવવારૂ વિસ્તાર જોવા મળે છે.પીડિતા અને તેના મિત્રને આરોપીઓના ચહેરા ઓળખી શક્યા નથી, પણ તેની વાતની શૈલી કેવી હતી, શરીરનો બાંધો કેવો હતો એ અમને જણાવ્યું છે. ગરબા સાથે આ ઘટનાને કોઈ સંબંધ નથી. પીડિતા ઘરેથી 10.30 કે 10.45 વાગ્યાના અરસામાં નીકળી હતી. તેના મિત્રને 11 વાગ્યે લક્ષ્મીપુરા વિસ્તારમાં મળી હતી. ત્યાંથી મિત્રની સ્કૂટી પર બન્ને ભેગાં થઈને સનસિટી વિસ્તાર છે ત્યાં 11.45 વાગ્યાના અરસામાં પહોંચ્યાં હતાં.પીડિતા પણ પ્રાંતીય છે, તેનો મિત્રનો કોઈ આઈડિયા નથી. લગભગ એ અહીંનો છે. આરોપીઓ હિન્દી-ગુજરાતી બન્ને ભાષામાં વાતો કરતા હતા. પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે. પાંચ આરોપીમાં બે સગીર હતા અને તે બન્ને અભદ્ર ભાષામાં વાત કરીને જતા રહ્યા હતા. પીડિતા અને તેનો મિત્ર અવાવરૂ જગ્યાએ ડિવાઈડર પર બેઠાં હતાં. બન્ને વાતો કરતાં હતાં ત્યારે આ પાંચ શખસ આવ્યા હતા.







