કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને aicc ના ખજાનચી અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું 71 વર્ષની વયે દિલ્હીની મેદાંતા હોસ્પીટલમાં નિધન થયું છે.1 ઓક્ટોબર ના રોજ કોરોના સંકર્મિત થયા બાદ કોરોનને હરાવ્યો અને ફરી 14 નવેમબેરના રોજ તબિયત બગાડતાં તેમને દિલ્હી લઈ જવામાં આવ્યા હતા અને આજે તેમના પુત્ર ફૈઝલ પટેલએ ટ્વીટ કરીને અહેમદ પટેલ ના અવસાનની માહિતી આપી હતી.અહેમદ પટેલ ની ઈચ્છા અનુસાર તેમની દફનવિધિ તેમના વતન તેમના માતપિતાની કબર ની બાજુ માં જ કરવામાં આવશે. અહેમદ પટેલ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની હતા.અહેમદ પટેલ ને રાજકીય આગેવાનો શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.