અમરેલી જિલ્લાના ધારી તાલુકાના લાખાપાદરના રહેવાસી અને અમરેલી જિલ્લા યૂથ કોંગ્રેસના ઉપાધ્યયક્ષ તથા અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ અને સર્વ સમાજ માટે અડધી રાતનો હોંકારો એવા અજયભાઈ વાળાની ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના સંગઠનમાં સહ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અજયભાઈ વાળાએ ખૂબ નાની ઉમરમાં જ સેવાકીય પ્રવૃતિઓમાં જોડાઈ અને વિવિધ સેવાકીય કાર્યો હાથ ધર્યા છે. ત્યારે હવે ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનમાં પણ પોતાની સેવાની સુવાસ ફેલાવશે. ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનના સહમંત્રી તરીકે નિમણૂક થતાંની સાથે જ શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા કરવામાં આવી છે.