લાખાપાદર ગામના ગામવાસીઓ માટે ગામના પ્રકૃતિક સંસાધનોમાં મહત્વપૂર્ણ હિસ્સો ધરાવતા ચેકડેમમાં છેલ્લા કેટલાક સમયથી પર્યાપ્ત પ્રમાણમાં પાણીનો સંગ્રહ થતો નથી. ચોમાસામાં વરસાદી પાણીના યોગ્ય સંગ્રહ માટે આ ચેકડેમ ખૂબ જ જરૂરી છે, પરંતુ માલુમ પડ્યું કે, ચેકડેમમાં પુરતા પ્રમાણમાં માટી ભરાઈ જવા હોવાથી તે કાર્યક્ષમ નથી રહી રહ્યો. જેને લઈને અમરેલી જિલ્લા યૂથ કોંગ્રેસના ઉપપ્રમુખ અજયભાઈ વાળા દ્વારા “સુજલામ સુફલામ” યોજના હેઠળ લાખાપાદર ગામે ચેકડેમમાથી માટી લેવા નાયબ કાર્યપાલક ઇજનેર ખાંભાને પત્ર લખી લેખિતમાં રજૂઆત કરી છે.

કૃષિ પર આધારિત આ ગામના ખેડુતો માટે, આ ચેકડેમનો પાણી પૂરવઠો ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ માટી ભરાવાને કારણે, ચેકડેમમાં પાણીનો સંગ્રહ યોગ્ય રીતે થતો નથી. આ સમસ્યાનો નિરાકરણ કરવા માટે, ગામના નાગરિકોએ અવાર-નવાર રજૂઆત કરેલ છે. અને રજૂઆતના અનુસંધાનમાં, “સુજલામ સુફલામ” યોજના હેઠળ ચેકડેમની ક્ષમતા વધારવા માટે માટી ઉપાડવાના કાર્ય માટે તાત્કાલિક મંજુરીની વિનંતી કરવામાં આવી છે.

 

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, આ ચેકડેમમાં વધુ પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી શકાય અને ખેડુતોને આગલી ખેતીની મોસમ માટે પૂરતી સિંચાઇ મળી શકે.

News Hotspot સાથે જોડાવવા અહી ક્લિક કરો

Facebook સાથે જોડાવા અહી ક્લિક કરો

 Instagram સાથે જોડાવા અહી ક્લિક કરો

Twitter સાથે  જોડાવા અહી ક્લિક કરો

Whatsapp ચેનલમાં જોડાવા અહી ક્લિક કરો