રાજ્યમાં ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકા માંથી બે આગેવાનોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ધાઋ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન બાબાભાઈ વાળા તેમજ બાઘાભાઈ કોટિલાને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
કાઠી ક્ષત્રિય સમાજના અગ્રણી નેતા અને ધારી તાલુકા પાંચાયતના ચેરમેન શ્રી બાબાભાઈ વાળાને શ્રી ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે બાઘાભાઈ કોટિલાની પણ મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ત્યારે આ નિમણૂકને અજયભાઈ વાળા ( લાખાપાદર) દ્વારા આવકારવામાં આવી છે. આ સાથે બંને સમાજ અગ્રણીને શુભકામના પાઠવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી ગુજરાત રાજ્ય કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બંને આગેવાનો સેવાકીય કાર્યમાં સહભાગી બને તેવી શુભકામના પાઠવવામા આવી.







