વર્ષ દરમિયાન સતત વરસાદ વરસ્તો રહ્યો છે. આ દરમિયાન અમરેલી જીલ્લામાં સપ્ટેમ્બર 2025ના માસમાં થયેલ ભારે વરસાદના કારણે જીલ્લાના દરેક ગામોમાં ખેતીના ઉભા પાકોને નુકશાન થયેલ છે. જેને લઈને અમરેલી જિલ્લા યોથ કોંગ્રેસના ઉપાધ્યયક્ષ અને યુવા નેતા અજયભાઈ વાળાએ સરકાર પાસે સહાય પેકેજની માંગણી કરી છે.
ગત સપ્ટેમ્બર માસમાં અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુક્શાન પહોંચ્યું હતી, ત્યારે અજયભાઈ વાળાએ ધારી તાલુકામાં તાત્કાલિક સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરવા તેમજ તાલુકાના દરેક ગામોમાં મગફળી, કપાસ અને અન્ય ખેતીના પાકોને નુકશાની થયેલ છે, જે સહાય પેકેજ માં દરેક ગામોનો સમાવેશ કરવા અને સહાય મંજુર કરવા કૃષિમંત્રી તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.