સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમ પર ચિંતાના વાદળો ઘેરાયા છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઈજામાંથી સાજા થયા બાદ વોશિંગ્ટન સુંદરની આ પ્રથમ આંતરરાષ્ટ્રીય શ્રેણી છે. હવે કોરોનાને કારણે તેના આ શ્રેણીમાંથી બહાર થવાનો ખતરો છે.

વોશિંગ્ટન સુંદર ભારતીય ટીમ સાથે ODI શ્રેણી માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવાનો હતો. હવે કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ તે આ પ્રવાસ પર જાય તેવી અપેક્ષા છે.