પત્રિકા કાંડ વચ્ચે પરેશ ધાનાણીનું ટ્વિટ, ફિલ્મ સિંઘમના દ્રશ્યો સાથે કવિતા કરી પોસ્ટ…
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદારોને રીઝાવવા માટે એડીચોટીનો જોર લગાવી રહ્યા છે. મોટાભાગના ઉમેદવારો ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી રહ્યા છે. દૈનિક ધોરણે પોસ્ટ કરી પોતાનો અને પક્ષનો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા અને રાજકોટ લોકસભા બેઠક પરથી ઉમેદવાર પરેશ ધાનાણીનું એક ટ્વિટ હાલ ખૂબ વાઇરલ થઈ રહ્યું છે. પરેશ ધાનાણીએ હવે સિંઘમની રાજકારણની એન્ટ્રી કરાવી છે.
કોંગ્રેસના નેતા અને રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ પર ‘સિંઘમ’ ફિલ્મના દ્રશ્યો સાથે કવિતા પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે સરદારના અસલી વારસોએ હવે ખુદજ “સિંઘમ” બની અને સતાની એડીએ અઢારેય વર્ણ પર અત્યાચાર કરનારા બધાજ જયકાંત શીકરે ના.., અહંકારને ઓગાળવાની લડાઈ આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!